અયોધ્યા વિવાદ: સુપ્રીમનો મહત્વનો નિર્ણય, 29 ઓક્ટોબરથી શરૂ થશે રામ મંદિર કેસની સુનાવણી
મસ્જિદમાં નમાઝ પઢવી એ ઈસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં તેના અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી રહી છે. . પોતાના ચુકાદામાં સુપ્રીમે જણાવ્યું કે આ કેસને બંધારણીય બેન્ચને મોકલવામાં આવશે કે નહીં. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈના રોજ આ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે બંધારણીય પેનલના ઇસ્માઈલ ફારૂકી (1994) ચૂકાદાને મોટી બેન્ચને મોકલવાની જરૂર છે કે નહીં
Trending Photos
નવી દિલ્હી: મસ્જિદમાં નમાઝ પઢવી એ ઈસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં તેના અંગે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો. પોતાના ચુકાદામાં સુપ્રીમે જણાવ્યું કે આ કેસને બંધારણીય બેન્ચને મોકલવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈના રોજ આ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલે 3 વિરુદ્ધ 2થી આ મામલે ચુકાદો આપ્યો. હકીકતમાં સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદમાં માલિકી હક્ક અંગેના કેસ કરતાં પણ પહેલાથી આ પક્ષ પર સુનાવણી કરી રહી હતી કે, મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનો અભિન્ન અંગ છે કે નહીં. ટોચની કોર્ટની યાદી મુજબ આ કેસ 27 સપ્ટેમ્બરની તારીખે યાદીમાં મુકવામાં આવ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 29 ઓક્ટોબરના રોજ રામ મંદિર પર સુનાવણી ચાલુ થશે.
ત્રણ જજોની પેનલમાં સૌથી પહેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણે સયુંક્ત રીતે ચુકાદો વાંચવાનો શરૂ કર્યો. જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે જૂનો ચુકાદો તે સમયના તથ્યોને આધારે હતો. ઈસ્માઈલ ફારુકીનો ચુકાદો મસ્જિદની જમીન મામલે હતો. જસ્ટિસ ભૂષણે કહ્યું કે ચુકાદામાં બે મત છે. એક મારો અને ચીફ જસ્ટિસનો અને બીજો જસ્ટિસ નઝીરનો. મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામનો અતૂટ ભાગ નથી. સમગ્ર મામલાને મોટી બેન્ચ મોકલવામાં આવશે નહીં. ઈસ્માઈલ ફારુકીના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 29 ઓક્ટોબરના રોજ રામ મંદિર પર સુનાવણી ચાલુ થશે.
ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ભૂષણ બાદ જસ્ટિસ અબ્દુલ નજીરે પોતાનો અલગથી ચુકાદો સંભળાવ્યો. તેમણે કહ્યું કે આ મામલો મોટી પેનલને મોકલવો જોઈએ. મસ્જિદમાં નમાજ પર ફરીથી વિચારણાની જરૂર છે. ચુકાદામાં તમામ તથ્યો પર વિચાર કરવામાં આવ્યો નથી.
મુસ્લિમ પક્ષોએ નમાજ માટે મસ્જિદને ઈસ્લામનો જરૂરી ભાગ ન ગણાવનારા ઈસ્માઈલ ફારુકીના ચુકાદા પર પુર્નવિચાર કરવાની માગણી કરી હતી. આ અગાઉ મુસ્લિમ પક્ષકારોએ ચુકાદામાં અપાયેલી વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા મામલાના પુર્નવિચાર માટે મોટી પેનલને મોકલવાની માગણી કરી હતી.
હકીકતમાં સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય પેનલે 1994માં અયોધ્યામાં ભૂમિ સંપાદનને પડકારનારી ડોક્ટર એમ ઈસ્માઈલ ફારુકી મામલે 3-2ની બહુમતથી અપાયેલી વ્યવસ્થામાં કહ્યું હતું કે નમાજ અદા કરવા માટે મસ્જિદ ઈસ્લામ ધર્મમાં અભિન્ન ભાગ નથી. મુસલમાનો ક્યાય પણ નમાજ અદા કરી શકે છે. ખુલ્લામાં પણ નમાજ અદા થઈ શકે છે. મુસ્લિમ પક્ષકાર એમ સિદ્દીકીના વકીલ રાજીવ ધવને ગત 5 ડિસેમ્બરના રોજ આ ચુકાદા પર સવાલ ઉઠાવતા મામલો પુર્નવિચાર માટે બંધારણીય પેલનને મોકલવાની માગણી કરી હતી.
જાણો શું છે આ સમગ્ર મામલો
રામ મંદિર માટે થયેલા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પડાઈ હતી. આ મામલે અપરાધિક કેસ સાથે દીવાની કેસ પણ ચાલ્યો. ટાઈટલ વિવાદ સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અલાહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર 2010ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયું હતું કે વિવાદાસ્પદ જમીનને 3 સરખા ભાગમાં વહેંચો અને જે જગ્યાએ રામલલાની મૂર્તિ છે ત્યા રામલલ્લા વિરાજમાન થાય, સીતા રસોઈ અને રામ ચબુતરા નિર્મોહી અખાડાને આપવામાં આવે ને બાકીની એક તૃતિયાંશ જમીન સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવે.
ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટની સામે આવ્યો. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર રામલલ્લા વિરાજમાન અને હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જ્યારે બીજી બાજુ સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી દાખલ કરી. આ મામલે અનેક પક્ષકારોએ અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે 9 મે 2011ના રોજ આ મામલે અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવતા મામલાની સુનાવણીની વાત કરી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદથી આ મામલો પેન્ડિંગ છે.
ચુકાદા પર સૌની નજર
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અનેક રીતે મહત્વનો છે. આ ચુકાદા પર અયોધ્યા વિવાદની દિશા ટકેલી છે. જો સુપ્રીમ કોર્ટની બેન્ચ આ ચુકાદાને મોટી બંધારણીય પેનલ પાસે મોકલવાનું નક્કી કરે તો રામ મંદિર વિવાદનો મામલો વધુ લંબાઈ શકતો હતો.
1994માં કહેવાયું હતું કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી, જાણો પાંચ પોઈન્ટમાં સમગ્ર મુદ્દો
1.) 1994માં સુપ્રીમ કોર્ટે એક મહત્વ વ્યવસ્થા આપતા કહ્યું હતું કે મસ્જિદ, ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. હવે આ મામલામાં રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ માલિકી હક વિવાદ પર સુપ્રીમ કોર્ટ 1994ના ચુકાદા પર મોટી પેનલ દ્વારા પુર્નવિચાર કરવાની માગણીવાળી મુસ્લિમ સમૂહોની અરજીઓ પર પોતાનો ચુકાદો સંભળાવવાની છે.
2.) ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણ તથા ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીરની પેનલ આ ચુકાદો આપશે. પેનલે 20 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.
3.) અયોધ્યા મામલે એક મૂળવાદી એમ સિદ્દીકે એમ ઈસ્માઈલ ફારુકી મામલે 1994ના ચુકાદામાં એ ખાસ તારણો પર એતરાઝ વ્યક્ત કર્યો હતો જેમાં કહેવાયું હતું કે મસ્જિદ ઈસ્લામના અનુયાયીઓ દ્વારા અદા થનારી નમાજનો અભિન્ન ભાગ નથી. સિદ્દીકનું મોત થઈ ગયું છે અને તેમનું પ્રતિનિધિત્વ તેમના કાયદેસરના વારસદાર કરી રહ્યાં છે.
4.)મુસ્લિમ સમૂહોએ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી પેનલ સમક્ષ એવી દલીલ આપી છે કે આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટના અવલોકન પર પાંચ સભ્યોવાલી પેનલ દ્વારા પુર્નવિચાર કરવાની જરૂર છે કારણ કે તેની અસર બાબરી મસ્જિદ-રામ મંદિર જન્મભૂમિ વિવાદ પર પડશે.
5.) વરિષ્ઠ અધિવક્તા રાજીવ ધવને સિદ્ધિકના કાયદાના પ્રતિનિધિ તરીકે હાજર થતા કહ્યું હતું કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી અને આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કોઈ પણ તપાસ કે ધાર્મિક પુસ્તકો પર વિચાર કર્યા વગર કરી.
જો કે આ મામલે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે કેટલાક મુસ્લિમ સમૂહો મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ નહીં હોવા મામલે 1994ની ટિપ્પણી પર પુર્નવિચાર કરવાની માગણી કરીને લાંબા સમયથી પેન્ડિંગ અયોધ્યા મંદિર મસ્જિદ ભૂમિ વિવાદ મામેલ વિલંબ કરવાની કોશિશ કરી રહ્યાં છે. એડીશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકાર તરફથી હાજર થઈને કહ્યું હતું કે આ વિવાદ લગભગ એક દાયકાથી અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.
વર્ષ 1994માં પાંચ ન્યાયાધિશની બેન્ચે રામ જન્મભૂમિમાં યથાસ્થિતિને જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ પઢવું એ ઈસ્લામનો અભિન્ન અંગ નથી. ત્યારબાદ વર્તમાન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની આગેવાનીવાળી બેન્ચે જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો એ નક્કી કરવામાં આવશે કે 1994ના એ ચૂકાદા 'મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં' પર ચર્ચા વિચારણા કરવાની જરૂર છે કે નહીં. ત્યાર બાદ જ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના માલિકી હક્ક અંગે વિચાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો, જેમાં વિવાદિત જમીનનો એક તૃતિયાંશ ભાગ હિન્દુ, એક તૃતિયાંશ ભાગ મુસ્લિમ અને એક તૃતિયાંશ ભાગ રામલલ્લા વિરાજમાનને આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે