સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને ફટકારી 4 માસની સજા અને 2 હજાર રૂપિયા દંડ, જાણો શું છે મામલો
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને 2000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. દંડ ન ચૂકવે તો વધુ 2 મહિનાની સજા માલ્યાએ ભોગવવી પડશે. એટલું જ નહીં કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર પણ 4 અઠવાડિયામાં ચૂકવવા કહ્યું છે.
Trending Photos
સુપ્રીમ કોર્ટના અનાદર મામલે વિજય માલ્યાને કોર્ટે 4 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને 2000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. દંડ ન ચૂકવે તો વધુ 2 મહિનાની સજા માલ્યાએ ભોગવવી પડશે. એટલું જ નહીં કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર પણ 4 અઠવાડિયામાં ચૂકવવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની 3 સભ્યોવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો. વાત જાણે એમ છે કે ભારતીય સ્ટેટ બેંકે વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટનો આદેશ છતાં બાકી રકમની ચૂકવણી ન કરી હોવા બદલ અરજી કરી હતી. કોર્ટે 10 માર્ચના રોજ માલ્યાની સજા પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલા 9મી મે 2017ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશનો અનાદર કરવા મામલે દોષિત ઠેરવતા તેમના વિરુદ્ધ અનાદરની કાર્યવાહી શરૂ કરી હતી. વિજય માલ્યાએ પોતાની સંપત્તિની પૂરી વિગતો જેમની પાસેથી અબજો રૂપિયાની લોન લીધી હતી તે બેંકો અને સંબંધિત ઓથોરિટીને આપી નહતી.
#UPDATE | Supreme Court asks Mallya to deposit back USD 40 million with interest within four weeks and if he fails to do so it would lead to attachment of properties.
— ANI (@ANI) July 11, 2022
આ મામલે બેંકો અને ઓથોરિટીઝનો પક્ષ સાંભ્યા બાદ સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 2017ના રોજ આદેશ આપ્યો કે વિજય માલ્યા સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખવા માટે રજુ થાય. કોર્ટે કહ્યું હતું કે માલ્યા બ્રિટનમાં એક આઝાદ વ્યક્તિની જેમ રહે છે પરંતુ ત્યાં તે શું કરી રહ્યો છે તે અંગે કોઈ જાણકારી સામે આવી રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે