Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં 'બુલડોઝર' પર સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક

આગામી બે અઠવાડિયા સુધી દિલ્હીના જહાંગીરપુરીમાં નગર નિગમના બુલડોઝર અટકવાનું નામ લઇ રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં ચાલી રહેલા દબાણ વિરોધી અભિયાન પર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે આ મામલે નોટીસ જાહેર કરી છે.

Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં 'બુલડોઝર' પર સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક

Supreme Court Jahangirpuri Demolition: આગામી બે અઠવાડિયા સુધી દિલ્હીના જહાંગીરપુરીમાં નગર નિગમના બુલડોઝર અટકવાનું નામ લઇ રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં ચાલી રહેલા દબાણ વિરોધી અભિયાન પર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે આ મામલે નોટીસ જાહેર કરી છે. સાથે જ દેશના બીજા શહેરોમાં ચાલી રહેલી આવી કાર્યવાહીને પડકાર આપનાર અરજીઓને પણ સુનવણી માટે સ્વિકાર કરી લેવામાં આવી છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બુલડોઝર એક્શન પર પ્રતિબંધ ફક્ત દિલ્હીના જહાંગીરપુરી સુધી સીમિત છે. દેશના બીજા ભાગમાં ચાલી રહેલી કાર્યવાહી પર તેમનો આ આદેશ લાગૂ નહી થાય. 

16 એપ્રિલના રોજ થઇ હતી હિંસા
16 એપ્રિલના રોજ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ફેલાઇ ગઇ હતી. એટલે કે 20 એપ્રિલના રોજ દિલ્હી નગર નિગમની ટુકડી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે બુલડોઝર લઇને પહોંચી હતી. જમીયત ઉલેમા એ હિંદે બુધવારે તેમના વિરૂદ્ધ અરજી દાખલ કરી. તેને સાંભળતાં સવારે 10:45  વાગે ચીફ જસ્ટીસ એન વી રમનાની અધ્યક્ષતાવાળી બેંચે જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્ય છે. જોકે આ દરમિયાન 2 કલાક બાદ સુધી કાર્યવાહી ચાલતી રહી. 

જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઇની બેંચએ સંભળાવ્યો આદેશ
આજે આ મામલો જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બી આર ગવઇની બેંચએ સાંભળ્યો હતો. અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કાયદો ગેરકાયદેસર દબાણ દૂર કરવાના પહેલાં 5 થી 15 દિવસની નોટીસ આપવી જોઇએ. પરંતુ નગર નિગમે આમ કશું કર્યું નથી. દબાણ દૂર કરવાના નામે આ કાર્યવાહી એક સમુદાયને ટાર્ગેટ બનાવવાની છે. દુષ્યંત દવેએ એ પણ કહ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષે નગર નિગમને કાર્યવાહી માટે પત્ર લખ્યો અને બીજા દિવસે બુલડોઝર જહાંગીરપુરી પહોંચી ગયા. દિલ્હીમાં 1731 અનધિકૃત કોલોનીઓ છે. તેમાં 50 લાખ લોકો રહે છે. તમામ વિસ્તારોને બાદ કરતાં જે પ્રકારે જહાંગીરપુરીમાં નગર નિગમ બુલડોઝર પહોંચી ગયું, તેનાથી સ્પષ્ટ છે કે એક્શન દબાણ દૂર કરવા માટે નહી, પરંતુ એક સમુદાયને હેરાન કરવા માટે લેવામાં આવી છે. 

આ દલીલોનો વિરોધ કરતાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જહાંગીરપુરીમાં 19 જાન્યુઆરીથી દબાણ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. કોઇપણ સ્થાનિક નિવાસી આ કાર્યવાહી વિરૂદ્ધ હાઇકોર્ટમાં ગયા નથી. કારણ કે તેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને કોર્ટમાં તેમણે કાગળ બતાવવા પડે. તુષાર મહેતાએ કહ્યું કે પ્રભાવિત લોકો કાયદાના આધારે કરવામાં આવતી કાર્યવાહીને પડકારતા નથી પરંતુ જમીયત ઉલેમા એ હિંદ જેવા સંગઠન કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય છે. આ પ્રકારની સ્થિતિને જટિલ બનાવવામાં આવે છે અને કાયદાકીય કાર્યવાહીને સાંપ્રદાયિક અને રાજકીય રંગ આપવામાં આવે છે.

તમામ અરજીઓ પર નોટીસ જાહેર
લગભગ અડધો કલાક ચાલેલી સુનાવણી બાદ 2 જજોની બેંચએ કહ્યું કે આ મામલે વિસ્તારપૂર્વ સુનાવણી જરૂરી છે. એટલા માટે તમામ અરજીઓ પર નોટિસ જાહેર છે. કેસ સાથે જોડાયેલા પક્ષ તેના પર જવાબ દાખલ કરે. આગામી સુનવણી 2 અઠવાડિયા બાદ થશે. જજોએ કહ્યું કે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ ગઇકાલે આપવામાં અવ્યો હતો, તે આગામી આદેશ સુધી લાગૂ રહેશે. તુષાર મહેતાએ તેના પર સ્પષ્ટીકરણ માંગતાં કહ્યું કે કોર્ટે એ સ્પષ્ટ કરવું જોઇએ કે આ આદેશ ફક્ત દિલ્હીના જહાંગીરપુરી વિસ્તાર માટે છે. જજોએ કહ્યું કે આદેશ એક વિસ્તારને લઇને દાખલ અરજી પર આપવામાં આવ્યો છે. આખા દેશમાં ચાલી રહેલી અથવા આગળ થનારી કોઇપણ કાર્યવાહીને લઇને આદેશ આપવામાં આવ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news