Central Vista Project: મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને આપી મંજૂરી

સુપ્રીમ કોર્ટે આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકારનારી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા મોદી સરકારને મોટી રાહત આપી.

Central Vista Project: મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (Central Vista Project)ને પડકારનારી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા મોદી સરકારને મોટી રાહત આપી. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે 2-1ના બહુમતથી આ ચુકાદો આપતા કહ્યું  કે પેનલ સરકારની આ યોજનાને મંજૂરી આપી રહી છે. 

ગત સુનાવણીમાં આપી હતી શિલાન્યાસની મંજૂરી
આ અગાઉ સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ અરજીઓ પર સુનાવણી કરી હતી અને સંસદ ભવનના શિલાન્યાસને મંજૂરી આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનની ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમને શિલાન્યાસ પર કોઈ આપત્તિ નથી. જો કે કોર્ટે આ સાથે એમ પણ કહ્યું હતું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ નિર્માણ, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ થશે નહીં. 

— ANI (@ANI) January 5, 2021

શું છે આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ?
દિલ્હીના રાજપથની બંને બાજુના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહે છે. જે હેઠળ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવે છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આ સમગ્ર વિસ્તારના રિનોવેટ કરવાની યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ થવાનું છે. જેમાં 876 સીટ વાળી લોકસભા, 400 સીટ વાળી રાજ્યસભા અને 1224 સીટવાળો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news