રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી
રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. ચૂંટણી પંચ પણ આ માગને અવ્યવહારિક ગણાવતા નકારી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય નક્કી કરવો ચૂંટણી પંચનો અધિકારી છે.
Trending Photos
નવી દિલ્હી: રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. ચૂંટણી પંચ પણ આ માગને અવ્યવહારિક ગણાવતા નકારી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય નક્કી કરવો ચૂંટણી પંચનો અધિકારી છે. સવારે 7 વાગ્યાથી સાજે 6 વાગ્યા સુધીનો સમય પૂરતો છે. સવારે 7 વાગ્યે એટલી ગરમી ના હોય કે મતદાન કરી શકાય નહીં.
શું છે સમગ્ર મામલો?
હકિકતમાં, આ પહેલા વકીલ નિઝામ પાશાએ રમઝાન અને ગરમીના કારણે ગરમી અને લૂને જોઇને છેલ્લા તબક્કામાં મતદાનનો સમય બદલવાની માગ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચથી આ મામલે વિચાર કરવા કહ્યું હતું. પરંતુ ચૂંટણી પંચે આ માગને નકારી કાઢી હતી. તમને જણાવી દેઇએ કે, જ્યારે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઇ હતી ત્યારે લોકસભા ચૂંટણીની વચ્ચે રમઝાન આવવાથી વાંધો ઉઠાવ્યો હતો. તેના પર લખનઉ મૌલાનાઓએ ચિંતા વ્યક્ત કરતા પંચથી તારીખોમાં ફેરબદલ કરવા માગ કરી હતી.
લોકસભા ચૂંટણી કાર્યક્રમને લઇને ઉભો થયેલા વિવાદ પર ચૂંટણી કમિશને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, રમઝાનના સંપૂર્ણ મહિના માટે ચૂંટણી સ્થગિત કરવી સંભવ નથી અને તહેવારના મુખ્ય દિવસો અને શુક્રવારને ચૂંટણીથી આયોજીત કરવામાં આવી નથી. સાત તબક્કાની લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી થવાની છે. મતોની ગણતરી 23 મેએ થવાની છે.
વધુમાં વાંચો: PM મોદી પહેલા મને બહેનજી કહેતા હતા હવે, બુઆ-બબુઆ કહે છે, આ છે એમનો દલિત પ્રેમ : માયાવતી
રમઝાન મહિનો આ વર્ષે 7 મેથી શરૂ થયો છે. આ પૂરો મહીનામાં મુસ્લિમ ઉપવાસ રાખે છે. પ્રવક્તાએ કહ્યું હતું કે, ચૂંટણી પંચે સીબીએસઇ સહિત વિભિન્ન રાજ્ય બોર્ડની પરીક્ષા સમય સારણીને જોયા બાદ ચૂંટણી તારીખને અંતિમ રૂપ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મુદ્દા જેવા કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં મળનારી રજાઓ અને તહેવારો, મોનસૂન પર્વ વરસાદ, પાક પર ધ્યાન આપ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસના ફરહાદ હકીમ અને આમ આદમી પાર્ટીના અમાનાતુલ્લાહ ખાન રહીત કેટલાક નેતાઓએ રમઝાનના પવિત્ર મહિનામાં ચૂંટણી થવા પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ મુદ્દાએ વિવાદનું રૂપ ધારણ કર્યું હતું. ત્યારે એઆઈએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસી સહીત કેટલાક અન્ય મુસ્લિમ નેતાઓ જાતિઓએ કહ્યું કે રમઝાન દરમિયાન ચૂંટણી થવામાં કોઇ ખોટું નથી. જો મુસ્લિમ ઉપવાસ દરમિયાન કામ કરી શકે છે તો તે ઉપવાસ દરમિયાન મતદાન કરી શકે છે અને ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે