જાતીય સતામણીના આરોપ મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ

શારીરિક શોષણનાં આરોપમાં ઘેરાયેલ સુપ્રીમકોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની તપાસ કરી રહેલ ત્રણ સભ્યોની કમિટીએ ક્લિનચીટ આપી છે

જાતીય સતામણીના આરોપ મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ

નવી દિલ્હી : જાતીય સતામણીનાં આરોપોમાં ઘેરાયેલા સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના કેસની તપાસ કરી રહેલ ત્રણ સભ્યોની કમિટીએ તેમનેક્લિન ચીટ આપી છે. સુપ્રીમ  કોર્ટનાં ત્રણ જજની કમિટી આ મુદ્દે સોમવારે કહ્યું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર જે પ્રકારના આરોપો લગાવાયા છે કે તે નિરાધાર છે. જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતામાં બનેલી ત્રણ જજની કમિટીએ જાતીય સતામણીની જે ફરિયાદ કરી હતી તે ફગાવી દીધી હતી. 

આ અગાઉ જાતીય સતામણીનાં આરોપો લગાવનારી મહિલા આ મુદ્દે સુનવણી કરી રહેલી જજની સમિતી પર સવાલો ઉઠાવી ચુકી છે. મહિલાએ સમિતી પર જાતીય સતામણી અધિનિયમના નિયમોનુ ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ હતો કે સમિતી દ્વારા મનેવારંવાર પુછવામાં આવ્યું કે, જાતીય સતામણીની ફરિયાદ આટલી મોડી મે શા માટે કરી. 

પાકિસ્તાની યુવતીઓ માટે ખતરો બની રહ્યા છે ચીની પુરૂષો, કારણ છે ચોંકાવનારૂ
અગાઉ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોની તપાસ કરવા માટે રચાયેલી ત્રણ જજોની આંતરિક તપાસ કમિટી એનવી રમણે આ કમિટી સાથે છેડો ફાડી નાખ્યો હતો. આરોપો લગાવનારી મહિલા કર્મચારીએ આ સમિતીમાં જસ્ટિસ એનવી રમણનો સમાવેશ કરવામાં આવ્યાનો વિરોધ કર્યો હતો. જેના પગલે તેમણે આ સમિતીમાંથી હાથ પાછો ખેંચી લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news