ફાઇલ દેખાડો, કઈ રીતે થઈ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની નિમણૂંક, કેન્દ્રને સુપ્રીમનો આદેશ

ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની નિમણૂંકની ફાઇલ સુપ્રીમ કોર્ટે માંગી છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે ગુરૂવારે અરૂણ ગોયલની નિમણૂંક પ્રક્રિયાવાળી ફાઇલ સોંપે. 

ફાઇલ દેખાડો, કઈ રીતે થઈ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની નિમણૂંક, કેન્દ્રને સુપ્રીમનો આદેશ

નવી દિલ્હીઃ Supreme Court On Arun Goel: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચૂંટણી કમિશનર અરૂણ ગોયલ (Arun Goel) ની નિમણૂંક સાથે જોડાયેલી ફાઇલ ગુરૂવાર (24 નવેમ્બર) એ રજૂ કરવાનું કહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરનોની નિમણૂંકને વધુ પારદર્શી બનાવવાની માંગ પર સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો છે. જજોએ કહ્યું કે હાલમાં થયેલી નિણણૂંકથી વર્તમાનમાં ચાલી રહેલી પસંદગી પ્રક્રિયાને સારી રીતે સમજી શકાશે. 

19 નવેમ્બરે પૂર્વ આઈએએસ અરૂણ ગોયલને ચૂંટણી કમિશનર બનાવવાનું નોટિફિકેશન જાહેર થયું હતું. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યુ કે 17 નવેમ્બરથી બંધારણીય પીઠે સુનાવણી શરૂ કરી દીધી હતી. બેંચે તે અરજી પર પણ વિચાર કરવાનો હતો, જેમાં નિર્ણય આવવા સુધી ચૂંટણી પંચની નિમણૂંકો રોકવાની માંગ કરવામાં આવી હતી, તેમ છતાં સરકારે નવા ચૂંટણી કમિશનરની નિમણૂંક કરી દીધી. 

ફાઇલ દેખાડવામાં વાંધો ન હોવો જોઈએ
જસ્ટિસ એમ જોસેફના નેતૃત્વમાં મામલાની સુનાવણી કરી રહેલી 5 જજોની બેંચોએ સ્વીકાર્યું કે નવી નિમણૂંકની ફાઇલ જોવી જરૂરી છે. એટરોની જનરલ આર વેંકટરમનીએ તેને બિનજરૂરી ગણાવી, પરંતુ જજોનું કહેવું છે કે જો નિમણૂંકમાં કોઈ કમી નથી, તો સરકારને ફાઇલ દેખાડવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. 

'CJI, પીએમ અને નેતા વિપક્ષ કરે પસંદગી
ચૂંટણી પંચમાં નિમણૂંકને વધુ પારદર્શી બનાવવાની માંગ કરતા અરજીકર્તા અનૂર બરનવાલે 2015માં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ચૂંટણી કમિશનરોની પસંદગીનું કામ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, પ્રધાનમંત્રી અને લોકસભામાં નેતા વિપક્ષની કમિટીને સોંપવું જોઈએ. અરજીકર્તાનું કહેવું છે કે અત્યારે ચૂંટણી કમિશનરોની નિમણૂંક સરકાર કરે છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર છે. 

'પીએમ પર પણ કાર્યવાહીમાં સક્ષમ હોય CEC'
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું, 'મુખ્ય ચૂંટણી કમિશનરે એટલું મજબૂત હોવું જોઈએ કો જો કાલે પ્રધાનમંત્રી પર કોઈ ભૂલનો આરોપ લાગે છે, તો તે પોતાની જવાબદારી સંભાળી શકે. તેનો જવાબ આપતા કેન્દ્ર સરકારના વકીલે કહ્યું- માત્ર કાલ્પનિક સ્થિતિના આધાર પર કેન્દ્રીય કેબિનેટ પર અવિશ્વાસ ન કરવો જોઈએ. અત્યારે યોગ્ય લોકોની પસંદગી કરવામાં આવી રહી છે.'

શક્તિની વહેંચણીનું રાખો ધ્યાન
કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મેહતાએ જજોનું ધ્યાન તે તરફ આકર્ષિત કર્યું કે બંધારણમાં શક્તિઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. જો કોઈ પર પર નિમણૂંક પ્રક્રિયા બદલવાનો આદેશ સુપ્રીમ કોર્ટ આપે છો તો તે કાર્યપાલિકા અને વિધાયિકાના અધિકાર ક્ષેત્રમાં દખલ હશે. આ રીતે કાયદો સંસદ બનાવે છે અને સરકાર તેના પર અમલ કરે છે. જજોએ આ દલીલને મહત્વની ગણાવતા કહ્યું કે તે તેના પર ધ્યાન આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news