SC Verdict On Final Year Exam: અંતિમ વર્ષની પરીક્ષાઓ ચોક્કસપણે યોજાશે, આ સંજોગોમાં મળશે છૂટ

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષ (Final Year)ની પરીક્ષાઓ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જો કે કોરોના પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં છૂટછાટ મળી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોશન ન આપી શકાય. રાજ્યો UGC જોડે વાત કરીને પરીક્ષાની તારીખ નક્કી કરે. 

SC Verdict On Final Year Exam: અંતિમ વર્ષની પરીક્ષાઓ ચોક્કસપણે યોજાશે, આ સંજોગોમાં મળશે છૂટ

નવી દિલ્હી: કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષ (Final Year)ની પરીક્ષાઓ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જો કે કોરોના પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં છૂટછાટ મળી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોશન ન આપી શકાય. રાજ્યો UGC જોડે વાત કરીને પરીક્ષાની તારીખ નક્કી કરે. 
Corona Updates: એક જ દિવસમાં 77 હજાર કરતા વધુ નવા દર્દીઓ, અત્યાર સુધીમાં 61,529 લોકોના મૃત્યુ

ફાઈનલ યરની પરીક્ષાઓને લઈને ચાલી રહેલી દુવિધા હવે ખતમ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે આજે ચુકાદો આપતા કહ્યું કે દેશભરમાં પાઠ્યક્રમોની છેલ્લા વર્ષની પરીક્ષાઓ યુજીસીના આદેશ મુજબ સંપન્ન કરવામાં આવશે. જો કે દેશના તમામ વિદ્યાર્થીઓ પોતાના છેલ્લા વર્ષની પરીક્ષાઓને લઈને ખુબ અસમંજસની સ્થિતિમા છે. યુજીસીએ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ફાઈનલ યરની પરીક્ષાઓ અનિવાર્ય રીતે પૂરી કરાવવાના આદેશ આપ્યા છે. જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવનારા રાજ્યોને કોરોના વાયરસના વધતા પ્રકોપના પગલે છૂટ આપવા પણ કોર્ટે જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું છે કે જો કોઈ રાજ્યને લાગે કે તે પોતાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ યોજી શકે તેમ નથી તો તેમણે યુજીસી સમક્ષ પોતાની વાત અને કારણ જણાવવાના રહેશે. 

સુપ્રીમ કોર્ટના આદેશની મહત્વની વાતો...
યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષની પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં કરાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. 
- ફાઈનલ યરની પરીક્ષાઓ થશે. 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષા કરાવવાના UGCના સર્ક્યુલરને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો. 
- રાજ્ય સરકારો કોરોના કાળમાં પોતાની જાતે પરીક્ષાઓ ન યોજવાનો નિર્ણય કરી શકે નહીં. 
- રાજ્ય સરકારો UGCની મંજૂરી વગર વિદ્યાર્થીઓને પ્રમોટ કરી શકે નહીં.
- જે રાજ્યોને કોરોનાકાળમાં પરીક્ષા યોજવામાં મુશ્કેલી છે તેઓ UGC પાસે પરીક્ષા ટાળવાની અરજી આપી શકે છે. 

અગાઉ પણ થઈ હતી સુનાવણી
છેલ્લા વર્ષની પરીક્ષાઓના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 18 ઓગસ્ટે જ પૂરી થઈ ગઈ હતી. તેના પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને તમામ પક્ષોને ત્રણ દિવસની અંદર લેખિતમાં પોતાની અંતિમ દલીલ દાખલ કરવાનું કહેવાયું હતું. સુપ્રીમ કોર્ટમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓના કેસમાં સુનાવણી ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી, અને ન્યાયમૂર્તિ એમ.આર.શાહની ખંડપીઠ કરી રહી હતી. 

દેશમાં ઉઠી વિરોધની લહેર
દેશમાં હાલ પરીક્ષાઓને લઈને વિરોધની લહેર જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓથી લઈને તેમના વાલીઓ અને શિક્ષકો સુદ્ધાને યુજીસીનો આ આદેશ મંજૂર નથી. તમામ ઈચ્છતા હતાં કે મહામારીના આ સમયમાં પરીક્ષાઓ યોજવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં. અનેક નેતાઓ પણ આ આદેશનો વિરોધ  કરી રહ્યાં છે. NEET-JEEની પ્રવેશ પરીક્ષાને લઈને પણ દેશમાં આવો જ વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ પણ સરકારના NEET-JEEની પ્રવેશ પરીક્ષા કરાવવાના નિર્ણય પર આપત્તિ નોંધાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news