Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે બગડી; કેન્દ્રએ જ નિર્ણય લેવા હોય તો દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર શા માટે?
કેન્દ્રએ જ તમામ નિર્ણયો લેવાના હોય તો પછી દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર કેમ, સુપ્રીમ કોર્ટની સંવિધાનિક બેન્ચે ગુરૂવારના રોજ કેન્દ્ર વિરુદ્ધ દિલ્હી સરકાર વચ્ચે અધિકારને લઈને સર્જાતા વિવાદ વચ્ચે આ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટીસ ડી વાય ચંન્દ્રચુડની આગેવાની હેઠળની બેચ હાલમાં કેન્દ્ર અને દિલ્હી વચ્ચેના અધિકારોને લઈને સુનાવણી કરી રહી છે.
Trending Photos
કેન્દ્રએ જ તમામ નિર્ણયો લેવાના હોય તો પછી દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર કેમ, સુપ્રીમ કોર્ટની સંવિધાનિક બેન્ચે ગુરૂવારના રોજ કેન્દ્ર વિરુદ્ધ દિલ્હી સરકાર વચ્ચે અધિકારને લઈને સર્જાતા વિવાદ વચ્ચે આ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટીસ ડી વાય ચંન્દ્રચુડની આગેવાની હેઠળની બેચ હાલમાં કેન્દ્ર અને દિલ્હી વચ્ચેના અધિકારોને લઈને સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની તીખી ટિપ્પણી પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, નોકરિયાતો પર કેન્દ્ર સરકારનો વહીવટી અંકુશ છે. પરંતુ તેઓ દિલ્હી સરકારના સંબંધિત વિભાગો માટે જ કામ કરે છે અને એમને જ રિપોર્ટિંગ કરે છે.
ચીફ જસ્ટિસ ચંન્દ્રચુડે કહ્યું કે આ પ્રકારના અર્થઘટનથી વિચિત્ર સ્થિતિ સમજી શકાય છે. તેમણે કહ્યું કે ધારો કે કોઈ અધિકારી પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યો. પરંતુ તેમની નિમણૂક, બદલી, પોસ્ટિંગ વગેરેનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે, તો દિલ્હી સરકાર તે અધિકારી સામે કેવી રીતે પગલાં લેશે? શું તે અધિકારીને બદલી ન શકે? શું તેને અન્ય અધિકારી ન મળી શકે? તેના પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે આવા મામલામાં કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે જ્યારે આવું થાય છે, ત્યારે દિલ્હી સરકાર અથવા તેનું સંબંધિત મંત્રાલય લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખે છે. તે પત્ર એલજી વતી કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે જે કાર્યવાહી કરે છે. તુષાર મહેતાએ કહ્યું કે એલજીની દિલ્હીમાં પણ એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કેન્દ્ર સરકારનું વહીવટી નિયંત્રણ હોવું જરૂરી છે. તેનું કારણ એ છે કે રાજધાની આતંકવાદ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને સંવેદનશીલ સ્થળ છે. દિલ્હીમાં વહીવટ રાષ્ટ્રીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે. આ ઉપરાંત પડોશી રાજ્યો સાથે વધુ સારા તાલમેલ માટે કેન્દ્રનું નિયંત્રણ પણ જરૂરી છે.
જુઓ લાઈવ ટીવી
આ દરમિયાન તુષાર મહેતાએ કેન્દ્રશાસિત પ્રદેશો એ કેન્દ્ર સરકારનો હિસ્સો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોઈ ચોક્કસ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો ઉદ્દેશ્ય એ છે કે કેન્દ્ર સરકાર પોતાના અધિકારીઓ દ્વારા ત્યાં વહીવટ ચલાવવા માંગે છે. આ અંગે તીખી ટિપ્પણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારે વહીવટ ચલાવવાનો હોય તો ચૂંટાયેલી સરકારનો શું અર્થ? હાલમાં આ મામલે અંતિમ નિર્ણય આવ્યો નથી. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ સાંભળવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે