11 મહિના બાદ પોતાના ઘરે પહોંચશે સૂર્ય, આ રાશિના લોકો થઇ જાય સાવધાન; થશે આવી અસર

ઘર પરિવારમાં પણ તમારે શાંતિ જાળવી રાખવી પડશે, નાની નાની વાતોને નજરઅંદાજ કરવાની જરૂર છે જો કોઇ વિષય પર આપત્તિ પણ છે તો પણ પોતાનો પક્ષ સામેવાળાને ખૂબ જ ધૈર્ય સાથે રાખો, ઉત્તેજિત થવું નહી કારણ કે તેનાથી ઘરેલૂ ઝઘડા વધશે અને પરિણામસ્વરૂપ સુખમાં ઘટાડો થશે.

11 મહિના બાદ પોતાના ઘરે પહોંચશે સૂર્ય, આ રાશિના લોકો થઇ જાય સાવધાન; થશે આવી અસર

Sun Transit Taurus: ગ્રહોના રાજા સૂર્ય નારાયણ 11 મહિના બાદ 17 ઓગસ્ટના રોજ સિંહ (Leo) રાશિ એટલે પોતાના ઘરે પહોંચી રહ્યા છે. તે એક મહિના સુધી અહીં પ્રવાસ કરશે. સૂર્ય દેવ સ્વાગત માટે રાજકુમાર બુધ (Venus) પહેલાંથી જ હાજર છે. અંતરિક્ષમાં થઇ રહેલા આ પરિવર્તનનો ફાયદો અને નુકસાન બંને થાય છે. જોકે કોઇપણ પરિવર્તનથી ના તો 100 ટકા ફાયદો થાય છે અને ના તો 100 ટકા નુકસાન થાય છે. અંતરિક્ષમાં ગ્રહોનું પરિવર્તન વ્યક્તિગત રાશિ અને ગ્રહોના અનુસાર ફળ પ્રદાન કરે છે. આવો જાણીએ કે આ પરિવર્તન વૃષ (Taurus) રાશિના લોકોને કેવું ફળ આપશે. 

વૃષભ રાશિવાળા કૂલ માઇન્ડ થઇને કરો કામ
વૃષભ રાશિવાળા માટે માનસિક મૂંઝવણ રહેશે એટલા માટે તેમને આ અવધિ ખૂબ જ કુલ માઇન્ડ થઇને કામ કરવું છે, કોઇ ઇત્તેજિત કરવાનો પ્રયત્ન કરે, પરંતુ તમારે ઉત્તેજિત અથવા ક્રોધિત થવું નહી. પરંતુ ધીમેથી સમસ્યાને ઉકેલવાનું કામ કરવાનું છે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. જે લોકો વિભિન્ન પ્રકારના રોગોથી ગ્રસ્ત છે તેમને નિયમિત રૂપથી પોતાની દવાઓ લેવાની સાથે જ રચી પાળવી પડશે. નહીતર શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

ઘરમાં નાની મોટી વાતોને નજરઅંદાજ કરવામાં ભલાઇ
ઘર પરિવારમાં પણ તમારે શાંતિ જાળવી રાખવી પડશે, નાની નાની વાતોને નજરઅંદાજ કરવાની જરૂર છે જો કોઇ વિષય પર આપત્તિ પણ છે તો પણ પોતાનો પક્ષ સામેવાળાને ખૂબ જ ધૈર્ય સાથે રાખો, ઉત્તેજિત થવું નહી કારણ કે તેનાથી ઘરેલૂ ઝઘડા વધશે અને પરિણામસ્વરૂપ સુખમાં ઘટાડો થશે. તણાવ વધારવાનો પ્રયત્ન બિલકુલ કરવો નહી. જમીન મિલ્કતના મામલે સર્તક રહેવાની જરૂર છે. સર્તક રહેવાથી આવનાર અનેક પ્રકારની સમસ્યાઓ ઉકેલાઇ શકશે. જીવનસાથીને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો, તેમના ખબર અંતર પૂછો અને પ્રેમથી વાત કરો નહીતર પત્ની સુખમાં અડચણ આવી શકે છે. 

સુખ સુવિધાઓમાં ઘટાડો થશે, થઇ શકે છે માનસિક હાનિ
ક્યાંક મુસાફરી કરવાની હોય તો તેની જાણકારી પહેલાંથી જ લઇ લેવી અને રિઝર્વેશન કરાવી લેવું જેથી મુસાફરીમાં સમસ્યા ન સર્જાઇ. યાત્રા દરમિયાન તમારે દવા અને અન્ય જરૂરી સામાન પણ સાથે રાખવો જેથી અસુવિધાનો સમાનો કરવો ન પડે. આ પ્રકારે એક મહિના દરમિયાન સુખ સુવિધાઓમાં ઘટાડો રહેશે જે તમારી માનસિક મૂંઝવણને દૂર કરી શકે છે. કેટલાક લોકો કારણ વિના પરેશાન કરી શકે છે. ઓફિસ હોય કે ઘર એવા તત્વ તમારી ખોટી ફરિયાદ કરી તમને હેરાન કરી શકે છે. આ સ્થિતિમાં માન-હાનિ પણ થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news