Farmers Protest: 'કિસાનોના વેશમાં ખાલિસ્તાની?' સુખબીર સિંહે કર્યો વળતો પ્રહાર

સુખબીર સિંહ બાદલે કહ્યુ, 'આ આંદોલનમાં ઘણી વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તે ખાલિસ્તાની છે? આ દેશના કિસાનોને સંબોધિત કરવાની કોઈ રીત છે? આ તે કિસાનોનું અપમાન છે. 
 

  Farmers Protest: 'કિસાનોના વેશમાં ખાલિસ્તાની?' સુખબીર સિંહે કર્યો વળતો પ્રહાર

ચંડીગઢઃ કૃષિ કાયદા વિરુદ્ધ રાજધાની દિલ્હી અને તેને લાગેલી રાજ્ય સરહદો પર ચાલી રહેલ કિસાન આંદોલન વધુ મજબૂત થઈ ગયું છે. વિપક્ષી દળોની સાથે-સાથે એક સમયે ભાજપનું મિત્ર રહેલું અકાલી દળ હવે આક્રમક થઈ ગયું છે. ગુરૂવારે પાર્ટીના માગદર્શક પ્રકાશ સિંહ બાદલે કિસાનોના સમર્થનમાં પોતાનો પદ્મ વિભૂષણ પરત કર્યો છે. તો તેમના પુત્ર અને પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આંદોલનમાં ખાલિસ્તાનીઓની હાજરીની અફવાને લઈને આક્રમક વલણ દેખાડ્યુ છે. 

સુખબીર સિંહ બાદલે કહ્યુ, 'આ આંદોલનમાં ઘણી વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તે ખાલિસ્તાની છે? આ દેશના કિસાનોને સંબોધિત કરવાની કોઈ રીત છે? આ તે કિસાનોનું અપમાન છે. તેની (ભાજપના નેતાઓ)ની હિંમત કેમ થઈ અમારા કિસાનોને દેશદ્રોહી કહેવાની? બાદલે આગળ કહ્યુ, 'ભાજપ કે કોઈ અન્ય કિસાનોને દેશદ્રોહી કહેવાનો હક કોણે આપ્યો? આ લોકો (કિસાનો)એ પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરી દીધું અને તમે તેને દેશદ્રોહી કહી રહ્યાં છો? જે દેશદ્રોહી કહી રહ્યાં છે તે ખુદ દેશદ્રોહી છે.

— ANI (@ANI) December 3, 2020

પ્રકાશ સિંહ બાદલે મજબૂત સંદેશ આપવા પરત કર્યો એવોર્ડ
પ્રકાશ સિંહ બાદલના પદ્મ વિભૂષણ પરત કરવા પર તેમના પુત્ર સુખબીર સિંહ બાદલે કહ્યુ, 'પ્રકાશ સિંહ બાદલે જીવનમાં કિસાનોના હક માટે લડાઈ લડી. તેમણે સરકારને એક મજબૂત સંદેશ આપવા માટે પોતાનો એવોર્ડ પરત કર્યો છે. જ્યારે કિસાનોને આ કાયદો નથી જોતો તો ભારત સરકાર તેમના પર આ કાયદો જબરદસ્તીથી કેમ થોપી રહી છે?'

હરિયાણાના સીએમે કહ્યુ હતુ, કિસાનો વચ્ચે ખાલિસ્તાની
હકીકતમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે કિસાન આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોની હાજરીનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભીડમાં ઉપદ્રવિયોના સામેલ હોવાના અહેવાલો છે. અમારી પાસે એવા ઓડિયો-વીડિયો છે, જેમાં નારા લાગી રહ્યાં છે કે જ્યારે ઈન્દિરા સાથે આ કરી દીધું તો મોદી શું વસ્તુ છે. સીએમનો આરોપ છે કે પંજાબના મુખ્યમંત્રી ઓફિસના કેટલાક લોકો આ આંદોલનને સંચાલિત કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news