રાજકારણ! કોંગ્રેસી નેતાએ ભાજપને ભેટ ધરી દીધી આ બેઠક, પત્ર લખીને કર્યા ખુલાસા?

Lok Sabha Election 2024: ભાજપે પુરી બેઠક પરથી સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બીજેડીમાંથી અરુપ પટનાયક ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ વખતે શું કોંગ્રેસના ઉમેદવારની પીછેહઠથી ભાજપને ફાયદો થશે?

રાજકારણ! કોંગ્રેસી નેતાએ ભાજપને ભેટ ધરી દીધી આ બેઠક, પત્ર લખીને કર્યા ખુલાસા?

Congress Puri Candidate Sucharita Mohanty: ગુજરાતની સુરત બેઠક, મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠક અને હવે ઓડિશાની પુરી બેઠક. આ બેઠક પર કોંગ્રેસ સાથે ફરી ખેલ થઈ ગયો છે. કેમ કે કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ હથિયાર હેઠા મૂકી દેતાં ટિકિટ પાછી આપી દીધી છે. તેમણે એવું કારણ સામે ધર્યું છે કે પાર્ટીમાંથી પ્રચાર માટે પૂરતું ફંડ મળતું નથી. જેના કારણે તે ચૂંટણી નહીં લડી શકે. તેમણે કે.સી.વેણુગોપાલને પત્ર લખીને શું ખુલાસા કર્યા?. પુરી બેઠક પર ભાજપના કયા ઉમેદવાર છે મેદાનમાં? જોઈશું આ અહેવાલમાં.... 

કોંગ્રેસ સાથે આ શું થઈ રહ્યું છે?. કોંગ્રેસ સાથે કોઈ ખેલા થઈ ગયું હોય તેવું લાગે છે. કેમ કે ઓડિશાના કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ પત્ર લખીને જણાવ્યું કે ચૂંટણી પ્રચાર માટે પાર્ટી પાસેથી તેમને પૂરતું ફંડ મળતું નથી. જેના કારણે તે આ ચૂંટણી નહીં લડી શકે. મેં ચૂંટણી લડવા માટે પબ્લિક ફંડિગનો સહારો લીધો. પોતાના કેમ્પેઈનમાં ઓછામાં ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો. જોકે તેમ છતાં હું આર્થિક રીતે સંઘર્ષ કરતી રહી અને એક પ્રભાવશાળી ચૂંટણી પ્રચાર અભિયાનને ચાલુ રાખી શકી નહીં. મને પાર્ટીએ ચૂંટણી ફંડ આપવાનો ઈનકાર કરી દીધો. હું એક પીપલ ઓરિન્ટેડ કેમ્પેઈન ઈચ્છતી હતી પરંતુ ધનની અછતના કારણે તે શક્ય નથી... 

સુચારિતા મોહંતીએ મોદી સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે તેમણે કોંગ્રેસને પાંગળી બનાવી દીધી છે. ખર્ચ પર અનેક પ્રકારનો પ્રતિબંધ છે. ભાજપ અને બીજેડી પૈસાના પહાડો પર બેઠેલા છે. જેમની સામે હું ટક્કર લઈ શકું તેમ નથી  પાર્ટીએ મને ટિકિટ આપી હતી. મેં ટિકિટ પાછી આપી દીધી. કેમ કે પાર્ટી મને ફંડ આપવામાં સક્ષમ નથી. બીજું કારણ એ છે કે 7 વિધાનસભા ક્ષેત્રની કેટલીક સીટ પર જીતવા યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી નથી. કેટલાંક નબળાં ઉમેદવારોને ટિકિટ મળી છે. આથી મારા માટે સંભવ નથી કે હું ચૂંટણી પ્રચાર કરું. 

છેલ્લી લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો...
2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાને 5,26,607 મત મળ્યા હતા.. જ્યારે બીજેડીના ઉમેદવાર પિનાકી મિશ્રાને 5,38,321 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના સત્ય પ્રકાશ નાયકને માત્ર 44,734 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં પિનાકી મિશ્રાનો માત્ર 11,714 મતથી વિજય થયો હતો. 

આ પહેલાં 2014ની ચૂંટણીમાં બીજેડીના ઉમેદવાર પિનાકી મિશ્રાને 5,23,161 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના સુચારિતા મોહંતીને 2,59,800 મત મળ્યા હતા. ભાજપના અશોક સાહૂને 2,15,763 મત મળ્યા હતા. જેમાં પિનાકી મિશ્રાનો 2,63,361 મતથી વિજય થયો હતો.

ભાજપે પુરી બેઠક પરથી સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બીજેડીમાંથી અરુપ પટનાયક ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ વખતે શું કોંગ્રેસના ઉમેદવારની પીછેહઠથી ભાજપને ફાયદો થશે?. શું સંબિત પાત્રા પહેલીવાર ચૂંટણી જીતીને સંસદમાં પહોંચશે?. આ એવા સવાલ છે જેનો જવાબ જાણવા માટે 4 જૂને થનારી મતગણતરીની રાહ જોવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news