Gautam Adani: અમદાવાદની આ પોળમાં રહેતો હતો અદાણી પરિવાર, સંઘર્ષથી સફળતાના શિખરે....જાણો અજાણી વાતો

ભારત અને એશિયાના બીજા સૌથી મોટા રઈસ ગૌતમ અદાણીનો આજે આખી દુનિયામાં ડંકો વાગે છે. ગત વર્ષે ગૌતમ અદાણીએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ નવું વર્ષ તેમના માટે ખુશખબર લઈને આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચ મામલે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી. ત્યારે જાણો તેમના વિશે થોડી અજાણી વાતો....

Gautam Adani: અમદાવાદની આ પોળમાં રહેતો હતો અદાણી પરિવાર, સંઘર્ષથી સફળતાના શિખરે....જાણો અજાણી વાતો

આજે ભલે ગૌતમ અદાણી સફળતાના નવા શિખર સર કરતા હોય પરંતુ તેમને આ કારોબાર વારસામાં મળ્યો નથી. ગૌતમ અદાણીએ પોતે જાતે સફળતાની સિડી ચડી છે અને સામ્રાજ્ય ઊભું કર્યું છે. અદાણીની સફળતા બિલકુલ ફિલ્મી લાગે તેમાં કોઈ મત નથી. ગૌતમ અદાણીએ જીવનમાં આટલી મોટી સફળતા કેવી રીતે મેળવી તે ખાસ જાણો. 

Bloomberg Billionaires Index માં અદાણી દુનિયાના અમીરોની યાદીમાં 15માં નંબરે પહોંચી ગયા છે. મુકેશ અંબાણી આ યાદીમાં 13માં નંબરે છે. ગૌતમ અદાણી અબજપતિઓની યાદીમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. ગૌતમ અદાણીની નેટવર્થ 85.9 અબજ ડોલર થઈ ગઈ છે. અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. જ્યારે મુકેશ અંબાણીની નેટવર્થ 97.2 અબજ ડોલર છે. 

એક સમય એવો કે વેચી હતી સાડીઓ
ગૌતમ અદાણીનો જન્મ ગુજરાતના અમદાવાદમાં આવેલી રતન પોળની શેઠની પોળમાં 24 જૂન 1962ના રોજ થયો હતો. ગૌતમ અદાણીએ બાળપણમાં ઘણો સંઘર્ષ વેઠ્યો હતો. મૂળ તેઓ થરાદના. પિતા શાંતિલાલ અદાણી અમદાવાદ આવીને વસ્યા અને નાના પાયે ટેક્સટાઈલનો ધંધો શરૂ કર્યો હતો. ગૌતમ અદાણી તેમના ચોથા નંબરના પુત્ર છે. એક સમય એવો હતો કે તેઓ ઘર ચલાવવા માટે પિતાને મદદ કરવા 16 વર્ષની ઉંમરે અમદાવાદમાં ઘરે ઘરે જઈને સાડીઓ વેચવાનું કામ કરતા હતા. અદાણી પરિવાર શેઠની પોળમાં રહેતો હતો. 

કોલેજ ડ્રોપઆઉટ
મધ્યમ વર્ગના પરિવારમાં આવતા ગૌતમ અદાણીએ પોતાનો શાળાનો અભ્યાસ અમદાવાદની શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલયથી કર્યો હતો. ત્યારબાદ કોલેજમાં ગયા. પરંતુ તેમણે બીજા વર્ષમાં જ અભ્યાસ છોડી દીધો અને મુંબઈ આવી ગયા. ગૌતમ અદાણી જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમની પાસે ફક્ત 100 રૂપિયા હતા. 

આ રીતે શરૂ કર્યો વેપાર
ગૌતમ અદાણીએ ડાયમંડ સોર્ટર તરીકે શરૂઆત કરી અને ગણતરીના વર્ષોમાં મુંબઈના ઝવેરી બજારમાં પોતાની ડાયમંડ બ્રોકરેજ ફર્મ શરૂ કરી દીધી. ત્યારબાદ મુંબઈમાં કેટલાક વર્ષો વિતાવ્યા બાદ તેઓ પોતાના ભાઈની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરા માટે પાછા અમદાવાદ આવી ગયા હતા. 

હાલ ગૌતમ અદાણીનો કારોબાર અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. તેઓ એક બાજુ કોલ માઈનિંગના સેક્ટરમાં સૌથી મોટા કોન્ટેક્ટ માઈનર બની ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશના સાત એરપોર્ટનું પરિચાલન તેમના હાથમાં છે. તેમનું ગ્રુપ ખાનગી ક્ષેત્રનું દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર, પાવર જનરેટર અને સિટી ગેસ રિટેલર છે. 

લક્ઝરી કારથી લઈને પ્રાઈવેટ જેટ
આજે ગૌતમ અદાણી પાસે લક્ઝરી કારોથી લઈને પ્રાઈવેટ જેટ બધુ જ છે. અદાણી મોટાભાગે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમની પાસે જે સૌથી સસ્તુ પ્રાઈવેટ જેટ છે જેની પણ ભારતમાં કિંમત લગભગ 15.2 કરોડ રૂપિયા છે. તેમણે પોતાના ઓછા અંતરના ટ્રાવેલિંગ માટે હેલિકોપ્ટર રાખ્યા છે. 

ગૌતમ અદાણી પરિવાર સાથે હવેલીમાં રહે છે. તેમની પાસે એક નહીં અનેક આલીશાન ઘર છે. રિપોર્ટ મુજબ વર્ષ 2020માં તેમણે દિલ્હીના લુટિયન્સ એરિયામાં એક હવેલી ખરીદી છે. જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે. આ તેમણે સૌથી મોંઘી બોલી લગાવીને ખરીદી હતી. આ ઉપરાંત અમદાવાદમાં પણ પોશ વિસ્તારમાં આલિશાન ઘર છે. ગુડગાંવમાં પણ તેમનો એક બંગલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news