જાપાની ટેક્નોલોજીનો દત્તક લીધેલા ગામમાં અમલ કરી ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસઃ ડો. સુભાષ ચંદ્રા
સાંસદ સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, થોડા દિવસો અગાઉ જાપાનથી કેટલાક લોકો અહીં આવ્યા હતા અને 3 દિવસ સુધી તેમણે આ વિસ્તારમાં વિકાસ અંગે ચર્ચા કરી હતી. જાપાની ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા ડો. ચંદ્રાએ જણાવ્યું કે, 3 મહિનામાં એક જ પાક લઈ શકાય છે, પરંતુ એલઈડી બલ્બ વગેરે લગાવીને તેઓ પોતાની ટેક્નોલોજીથી પાક ઉગાડવાનો સમય અડધો કરી નાખે છે. અમારી ઈચ્છા છે કે આ ટેક્નોલોજીને આ વિસ્તારમાં લાવવામાં આવે, જેથી ખેડૂતોને ફાયદો પહોંચે.
Trending Photos
હિસારઃ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધેલા ગામોને સ્માર્ટ વિલેજનું સ્વરૂપ આપવા માટે કામ કરી રહેલા રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રા આગામી દિવસોમાં આ વિસ્તારોના ખેડૂતોને જાપાની ટેક્નોલોજીનો ફાયદો પહોંચાડવાની દિશામાં કામ કરી રહ્યા છે. હિસાર ખાતેના સેક્ટર-14માં પોતાના નિવાસસ્થાને આવેલા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પાંચ ગામમાં અત્યાર સુધી કરાવેલા વિકાસ કાર્યો અંગે પત્રકારો સાથે વાતચીત કરીહતી.
સાંસદ સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, થોડા દિવસો અગાઉ જાપાનથી કેટલાક લોકો અહીં આવ્યા હતા અને 3 દિવસ સુધી તેમણે આ વિસ્તારમાં વિકાસ અંગે ચર્ચા કરી હતી. જાપાની ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા ડો. ચંદ્રાએ જણાવ્યું કે, 3 મહિનામાં એક જ પાક લઈ શકાય છે, પરંતુ એલઈડી બલ્બ વગેરે લગાવીને તેઓ પોતાની ટેક્નોલોજીથી પાક ઉગાડવાનો સમય અડધો કરી નાખે છે. અમારી ઈચ્છા છે કે આ ટેક્નોલોજીને આ વિસ્તારમાં લાવવામાં આવે, જેથી ખેડૂતોને ફાયદો પહોંચે.
ડો. ચંદ્રાએ વધુમાં જણાવ્યું કે, આ ગામોમાં જે પ્રકારે સર્વસમાવેશક વિકાસ થવો જોઈએ, તેવું મોડલ અમે તૈયાર કર્યું છે. અમે આ ગામોને એવા બનાવવા માગીએ છીએ કે માત્ર હરિયાણા જ નહીં પરંતુ બહારના લોકો પણ તેમનો વિકાસ જોવા માટે આવે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ હિસાર જિલ્લાના પાંચ ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધા છે. આ ગામમાં સદલપુર, આદમપુર, ખારા બરવાલા, કિશનગઢ, મંડી આદમપુરનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી 350 કરોડનાં વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાયા
રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, 'સુભાષ ચંદ્રા' ફાઉન્ડેશન તરપથી આ ગામોનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયાસ કરાયા છે. જેમાં મહિલા સશક્તિકરણ, ખેડૂતોની આવક વધારવી, સ્વચ્છતા અભિયાન, નિરોગી રહેવાનાં પગલાં વગેરે. પાંચ ગામમાં અત્યાર સુધી રૂ.350 કરોડનાં વિકાસ પ્રોજેક્ટોને અમલમાં મુકી દેવાયા છે. પીવાના પાણીની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. સાથે જ વિજળી, પાણી, સીવરેજ, રોડ, રેલવે ઓવર બ્રિજ જેવા કાર્યો પણ કરાવાયા છે.
નવા પ્રોજેક્ટ
ડો. ચંદ્રાએ કહ્યું કે, આ 5 ગામમાં યુવા ક્લબ બનાવી છે, જેમાં 300 યુવાનોને સામેલ કર્યા છે. સાથે જ ખેડૂતોના ઉત્થાન માટે એફપીઓ બનાવી છે, જેથી તેમની આવક વધારી શકાય. ચાલુ વર્ષે તેની સાથે 1000 ખેડૂતોને જોડવાની યોજના છે, જેથી તેઓ નવી ટેક્નોલોજી સાથે ખેતી કરી શકે. આ ઉપરાંત 1000 યુવાનો અને 500 મહિલાઓને જોડીને ગામોના ઉત્થાનની દિશામાં ભેગા મળીને કામ કરીશું.
સોશિલય મીડિયામાં દુષ્પ્રચાર અંગે ડો. ચંદ્રાનું નિવેદન
સોશિયલ મીડિયાના દુષ્પ્રચાર અંગે ડો. ચંદ્રાએ જણાવ્યું કે, થોડા દિવસો અગાઉ તેમના અંગે ફાલવામાં આવેલા દુષ્પ્રચાર અંગે સ્મિત રેલાવતા કહ્યું કે, આ બાબતની શરૂઆત હરિયાણાના પાણીપતથી થઈ હતી. તેની સામે એફઆઈઆર પણ દાખલ કરાવી છે. ડો. ચંદ્રાએ કહ્યું કે, હું એકલો બિઝનેસમેન છું, જેણે થોડા દિવસો અગાઉ ખુલ્લો પત્ર લખ્યો હતો. આવો ખુલ્લો પત્ર લખવાની કોઈ હિંમત પણ કરતું નથી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે