રથયાત્રામાં અખાડાનાં મલ્લ એવા કરતો દેખાડશે કે જોઇને આંખો થઇ જશે પહોળી
નગરનો નાથ જ્યારે નગરચર્યાએ નિકળવાનો હોય ત્યારે કોનાં મનમાં ઉત્સાહ કે ઉમંગ ન હોય. માટે જ નાથની નગરયાત્રાને હવે ગણત્રીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે પરંપરાગત અખાડાઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે. અખાડામાં નિયમિત વ્યાયામ કરીને પોતાનું શરીર સૌષ્ઠવ બનાવનારા યુવાનો હવે નાથની સાથે શક્તિપ્રદર્શન કરતા જોવા મળશે. અખાડાનાં યુવાનો દ્વારા અવનવા કરતબો દેખાડવા માટે અત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ કરી દેવામાં આવી છે.
Trending Photos
અમદાવાદ : નગરનો નાથ જ્યારે નગરચર્યાએ નિકળવાનો હોય ત્યારે કોનાં મનમાં ઉત્સાહ કે ઉમંગ ન હોય. માટે જ નાથની નગરયાત્રાને હવે ગણત્રીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે પરંપરાગત અખાડાઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે. અખાડામાં નિયમિત વ્યાયામ કરીને પોતાનું શરીર સૌષ્ઠવ બનાવનારા યુવાનો હવે નાથની સાથે શક્તિપ્રદર્શન કરતા જોવા મળશે. અખાડાનાં યુવાનો દ્વારા અવનવા કરતબો દેખાડવા માટે અત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ કરી દેવામાં આવી છે.
શું કોઈ વ્યક્તિ પોતાના શરીર પર વજનદાર પથ્થર રાખી તોડી શકે ખરા. જી હાં જો માન્યામાં ના આવતું હોય તો જરા ધ્યાનથી જૂઓ આ તસ્વીર જ્યાં એક કરતબ બાજ પોતાની છાતી પર 20 કિલોનો પથ્થર તોડવાનો દાવ પેચ બતાવી રહ્યાં છે. આ કરતબબાજ છે વિનોદ ઠાકોર જે શાહપુરનો રહેવાસી છે અને છેલ્લા 8થી 9 વર્ષથી રથયાત્રામાં અલગ અલગ કરતબ કરે છે.
બીજીતરફ આ કરતબબાજોમાં એક દિવ્યાંગ કરતબ બાજ પણ છે જે પોતે વિકલાંગ હોવા છતાં ભલભલા પહેલવાનને હંફાવે છે. વિજય રાણા વર્ષોથી રથયાત્રામા અલગ અલગ કરતબ બતાવી ભક્તોનું ધ્યાન ખેંચે છે. આ વખતે પણ સળિયાનો ખતરનાક દાવ તે રથયાત્રામાં બતાવશે જેની તૈયારી તે અત્યારથી જ કરી રહ્યોં છે. જો જરાક ચુંક થઈ જાય તો ખેલ ખલાસ થઈ જાય તેવા દાવપેચ વિજય રાણા આસાનીથી કરી બતાવે છે.
રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ભક્તિ કરે છે. ત્યારે આ કરતબબાજો પોતાના કરતબોનું પ્રદર્શન કરીને ભગવાનને રીઝવી રહ્યાં છે.આમ તો રથયાત્રામાં પહેલવાનો પોતાના અંગ કસરતના દાવ બતાવીને આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પરંતુ કેટલાક અખાડાના કરતબબાજો એવા પણ છે જે માથા પર ઈંટો તોડવાની કલા રજૂ કરી સૌનું ધ્યાન ખેંચશે.
સામાન્ય રીતે અલગ અલગ રીતે ઈંટો તોડવાના દાવપેચ રથયાત્રામા જોવા મળતાં હોય છે. પરંતુ પોતાના માથા પર ઇંટ રાખીને તેને લાકડી વડે તોડવાની હોય તે દાવપેચ જીવ માટે જોખમ રુપ હોય છે. જો જરા પણ ચુક થાય તો ખેલાડીના માથામાં ઈજાઓ થઈ શકે છે. પરંતુ આ ખેલાડીઓ કે જે આવા દાવપેચ કરે છે તેઓ કહે છે કે ભગવાન જગન્નાથજીના આશિર્વાદથી હજુ સુધી આવી કોઈ ઘટના બની નથી
રથયાત્રામાં આવા દાવપેચ કરવા ખુબ જ ખતરનાક હોય છે શાહપુરના બલરામ અખાડાના ઉસ્તાદ સુરેશભાઈ બારોટનું કહેવું છે કે રથયાત્રામાં લાખોની જનમેદની વચ્ચે માનસિક સંતુલન જાળવીને આવા દાવપેચ કરવા પડે છે. તેઓ પણ માત્ર 7 વર્ષની ઉંમરથી જ આ પ્રકારે રથયાત્રામાં અલગ અલગ દાવપેચ કરી લોકોને મનોરંજન આપે છે. આમ તો વર્ષો સુધી તાલીમ લીધા બાદ જ આ પ્રકારના આગના સ્ટંટ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે