કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સીનના મિક્સ ડોઝ કેટલા સુરક્ષિત છે? ICMR એ કર્યું રિસર્ચ
આઈસીએમઆરે કહ્યું કે રસીકરણ બાદ નિષ્ક્રિય વાયરસ ન માત્ર સુરક્ષિત હતો, પરંતુ સારી ઇમ્યુનોજેનેસિટી પણ હાસિલ થઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિએ પહેલા કોવેક્સીનનો ડોઝ લીધો છે અને બાદમાં તેને કોવિશીલ્ડનો ડોઝ લગાવવામાં આવે તો તેવામાં બંને વેક્સિનને મિક્સ કરી શું અસર થશે? આવા ઘણા સવાલ છે જેનો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ એક સ્ટડીમાં જવાબ આપ્યો છે. આઈસીએમઆરની સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે એક એડિનોવાયરસ વેક્સિન પ્લેટફોર્મ-આધારિત વેક્સિન બાદ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય વાયરસ વેક્સિન કોમ્બિનેશનની સાથે વેક્સિનેશન ન માત્ર સુરક્ષિત હતી, પરંતુ તેનાથી સારી ઇમ્યુનોજેનેસિટી પણ હાસિલ થઈ છે.
એક્સપર્ટ પેનલે જુલાઈમાં કરી હતી ભલામણ
તેનાથી તે સાબિત થાય છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીનના ડોઝ મિક્સ કરી લેવાથી કોરોના સંક્રમણ વિરુદ્ધ સારી સુરક્ષા મળી શકે છે. આઈસીએમઆર તરફથી વેક્સિનની મિક્સિંગ અને મેચિંગને લઈને આ સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીના પરિણામ ખુબ સકારાત્મક જોવા મળી રહ્યાં છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક નિષ્ણાંત પેનલે જુલાઈમાં કોવેક્સિન અને કોવીશિલ્ડ રસીના મિક્સ ડોઝ પર એક અભ્યાસની ભલામણ કરી હતી.
Study on mixing & matching of COVID vaccines, Covaxin&Covishield shows better result: ICMR
Immunization with combination of an adenovirus vector platform-based vaccine followed by inactivated whole virus vaccine was not only safe but also elicited better immunogenicity: Study pic.twitter.com/wDVZ6Q2TvU
— ANI (@ANI) August 8, 2021
સીએમસી, વેલ્લોરને ચોથા સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કહ્યું હતું કે આ સ્ટડીનો ઉદ્દેશ્ય તે આકલન કરવાનો હતો કે શું કોઈ વ્યક્તિને બે અલગ-અલગ વેક્સિનના ડોઝ આપી શકાય છે. વેક્સિનેશન કોર્સ પૂરો કરવા માટે એક વ્યક્તિને કોવિશીલ્ડ અને કોવેક્સિનના અલગ-અલગ શોટ્સ આપી શકાય છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ વિસ્તૃત વિચાર-વિમર્શ બાદ સીએમસી, વેલ્લોરને ચોથા સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. તેમાં 300 હેલ્થ વોલેન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે