ગૃહમંત્રી અમિત શાહની અપીલઃ પહેલા નાગરિક્તા કાયદાનો અભ્યાસ કરો, સત્ય સમજાશે

અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે, "હું વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે, તમે નાગરિક્તા કાયદાનો(Citizenship Amendment Law) અભ્યાસ કરો, ત્યારે તમે સમજી શકશો કે તેમાં નાગરિક્તા છિનવવાની જોગવાઈ નથી. આ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ લોકો દેશમાં હિંસાનું વાતાવરણ પેદા કરી રહ્યા છે. હું કોંગ્રેસ, આપ અને ટીએમસીને પણ કહેવા માગું છું કે, તમે આ રસ્તાથી પાછા આવો. તેનાથી કોઈનું ભલું થઈ શક્યું નથી."

ગૃહમંત્રી અમિત શાહની અપીલઃ પહેલા નાગરિક્તા કાયદાનો અભ્યાસ કરો, સત્ય સમજાશે

રાંચી/નવી દિલ્હીઃ નાગરિક્તા કાયદાના વિરોધમાં(Citizenship Amendment Bill) દિલ્હી સહિત દેશના જુદા-જુદા વિસ્તારોમાં વિદ્યાર્થીઓના ચાલી રહેલા પ્રદર્શન(Protest) અંગે કેન્દ્રીય ગૃહમંત્રી(Home Minister) અમિત શાહે(Amit Shah) આરોપ લગાવ્યો છે કે, આ બધું જ કોંગ્રેસ (Congress), આમ આદમી પાર્ટી(આપ) (Aam Aadmi Party) અને તૃણમુલ કોંગ્રેસ(TMC) ભેગા મળીને કરાવી રહ્યા છે. અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે, 'નાગરિક્તા કાયદો કોઈની નાગરિક્તા છિનવી લેવાનું કામ નથી કરી રહ્યો, પરંતુ તે ગરીબ, દુખિયારાને નાગરિક્તા આપવાનું કામ કરશે.'

તેમણે જણાવ્યું કે, "હું વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે, તમે નાગરિક્તા કાયદાનો અભ્યાસ કરો, ત્યારે તમે સમજી શકશો કે તેમાં નાગરિક્તા છિનવવાની જોગવાઈ નથી. આ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ લોકો દેશમાં હિંસાનું વાતાવરણ પેદા કરી રહ્યા છે. હું કોંગ્રેસ, આપ અને ટીએમસીને પણ કહેવા માગું છું કે, તમે આ રસ્તાથી પાછા આવો. તેનાથી કોઈનું ભલું થઈ શક્યું નથી."

અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ 'ઈટાલિયન ચશ્મા' પહેરીને જોઈ રહ્યા છે. અમિત શાહે ઝારખંડના પાકુડમાં જણાવ્યું કે, રાહુલ બાબા અને હેમંત સોરેને જણાવ્યું છે કે, કલમ 370 અને કાશ્મીર અંગે શા માટે વાત કરો છો. રાહુલ બાબા ઈટાલિયન ચશ્મા પહેરીને જોઈ રહ્યા છે. ઝારખંડના હજારો યુવાનો સીઆરપીએફ, બીએસએફ અને સેનામાં કાશ્મીર માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી રહ્યા છે. 

તેમણે કહ્યું કે, મને જણાવો કે શું ઝારખંડના લોકોને દેશની સુરક્ષાની ચિંતા છે કે નહીં? યુપીએના 10 વર્ષના શાસનમાં પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસણખોરી થતી હતી. ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથોમાં સુરક્ષિત છે. 

ઝારખંડમાં ચૂંટણી પ્રચાર સમયે રામમંદિર અંગે અમિતશાહનું મોટું નિવેદન, જુઓ વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news