આજથી 'હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ, જાણો રાષ્ટ્રીય ધ્વજને લઈને જરૂરી નિયમ
ભારતીય ધ્વજ સંહિતાને 26 જાન્યુઆરી 2002ના સંશોધિત કરવામાં આવી અને નાગરિકોને ન માત્ર રાષ્ટ્રીય દિવસો પર પરંતુ ગમે તે દિવસે પોતાના ઘરો, કાર્યાલયો અને કારખાના પર તિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવી.
Trending Photos
નવી દિલ્હીઃ Har Ghar Tiranga: સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત આજથી થશે. 13થી 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે. તેવામાં ભારતીય ધ્વજ તિરંગાના ઉપયોગ અને ફરકાવવાથી સંબંધિત ભારતીય ધ્વજ સંહિતા હેઠળ નિયમો જાણવા જરૂરી છે. તિરંગાના ઉપયોગ અને પ્રદર્શન રાષ્ટ્રીય ગૌરવનું અપમાન નિવારણ અધિનિયમ 1971 અને ભારતીય ધ્વજ સંહિતા 2002 દ્વારા નિયંત્રિત થાય છે.
ભારતીય ધ્વજ સંહિતાને 26 જાન્યુઆરી, 2002ના સંશોધિત કરવામાં આવી હતી અને નાગરિકોને ન માત્ર રાષ્ટ્રીય દિવસો પર પરંતુ ગમે ત્યારે પોતાના ઘરો, કાર્યાલયો અને કારખાના પર તિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવી હતી. નાગરિકોને કાયદાના આધાર પર રાષ્ટ્રીય ધ્વજને કઈ રીતે ફરકાવવો છે, તેના વિશે નિયમો અને કાયદાનું પાલન કરવું પડશે.
ઝંડાનો શેપ
ઝંડો હંમેશા આયતાકાર હોવો જોઈએ, લંબાઈ અને ઉંચાઈનું માપ 3:2 હોવું જોઈએ.
ઝંડાની સાઇઝ
ઝંડો ગમે તે આકારનો હોઈ શકે છે, જ્યાં સુધી તે તેના અનુપાતમાં છે.
મટીરિયલ
20 ડિસેમ્બર 2021ના એક આદેશના માધ્યમથી ધ્વજ સંહિતામાં સંશોધન કરવામાં આવ્યું હતું. હવે પોલિસ્ટરથી બનેલા મશીન-વણાયેલા ઝંડાના ઉપયોગને પણ મંજૂરી છે. પહેલા હાથથી સુતર અને હાથથી બનેલા ઉન, કપાસ, રેશમ, ખાદી વગેરેના કપડાનો ઉપયોગ થતો હતો.
ઝંડો કોણ ફરકાવી શકે છે?
ઝંડો ફરકાવવા પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. આ સામાન્ય લોકો, ખાનગી સંસ્થા, શૈક્ષણિક સંસ્થા કે અન્ય દ્વારા ફરકાવી શકાય છે. આ ઝંડાનું સન્માન કરતા કોઈપણ દિવસે, ગમે તે સમારોહમાં ફરકાવી શકાય છે.
તિરંગો ક્યાં સુધી ફરકાવી શકાય છે?
પહેલા તે ફરજીયાત હતું કે જો ઝંડાને ખુલ્લામાં ફરકાવવામાં આવે છે તો તેને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઈએ. પરંતુ જુલાઈ 2022મા તેને સંશોધન કરવામાં આવ્યું જેથી લોકો દિવસ-રાત પોતાના ઘર પર ઝંડો લગાવી શકે.
શું ઝંડો ગાડીઓમાં લગાવી શકાય છે?
ઝંડો કોઈપણ ગાડીમાં ન લગાવવો જોઈએ. કેટલાક વિશિષ્ટ લોકોના વાહનોને છોડી કોઈપણ ગાડીમાં ઝંડો ન લગાવવો જોઈએ. માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્યપાલ, ઉપરાજ્યપાલ, રાજ્યમંત્રી, લોકસભા સ્પીકર, રાજ્યસભાના ઉપસભાપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના જજની ગાડીઓ પર લગાવી શકાય છે.
શું ધ્યાન રાખવું જોઈએ?
- ધ્વજને સન્માન આપતા રાખવો જોઈએ.
- જ્યારે કોઈ અન્ય ઝંડાની સાથે ફરકાવી રહ્યાં હોવ તો તે ધ્યાન રાખવું જોઈએ કે તિરંગાની ઉંચાઈ સૌથી ઉપર હોય.
- ઝંડાને ફરકાવતા સમયે કેસરી રંગ હંમેશા ઉપર રાખવો જોઈએ, વર્ટિકલી ફરકાવવા પર કેસરી રંગ ઝંડાના સંદર્ભમાં ડાબી તરફ હોવો જોઈએ.
શું ન કરવું જોઈએ?
- ફાટેલા ઝંડાને ક્યારેય ન ફરકાવવો જોઈએ.
- રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ કોઈ પોશાક કે વર્દી કે કોઈ પહેરવેશના રૂપમાં ન કરવો જોઈએ.
- રાષ્ટ્રીય ધ્વજને જમીન, સપાટી, પાણી પર ન રાખવો જોઈએ અને ફરકાવતા સમયે આ વસ્તુને સ્પર્શ ન કરવો જોઈએ.
- તેનો ઉપયોગ કોઈ વસ્તુને બાંધવા માટે ન કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે