શ્રીનગરઃ હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ મીર એનકાઉન્ટરમાં ઠાર
રંગેરથ ઓપરેશન દરમિયાન આતંકીઓને સરેન્ડર કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તો આતંકીઓએ ફાયરિંગ કરી હિંસક પ્રદર્શનની આડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાએ જવાબી કાર્યવાહી કરતા અહીં પર હિઝબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફ ગાઝી હૈદરને ઠાર કર્યો હતો.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલ મુઝાહિદીનના ટોપ કમાન્ડર અને A++ કેટેગરીના આતંકી સૈફુલ્લાહને ઠાર કરી દીધો છે. આ અથડામણ શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં થઈ છે, ત્યારબાદ સેનાએ અહીં મોટા પાયે જવાનોની તૈનાતી કરી છે. પરંતુ સૈફુલ્લાહના માર્યા જવા અને તેની ઓળખને લઈને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કર્યું નથી.
પ્રાપ્ત જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં હિઝબુલના બે ટોપ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ઇનપુટ્સના આધાર પર અહીં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. શરૂઆતી એનકાઉન્ટર દરમિયાન ઉપદ્રવિઓએ અહીં હિંસક પ્રદર્શન કરી ઓપરેશનમાં વિઘ્ન પાડવાનો પ્રયાસ કર્યો. તેના જવાબમાં સીઆરપીએફે ટીયર ગેસના સેલ છોડીને બધાને ભગાડ્યા હતા.
Encounter underway at Srinagar. Police and CRPF personnel are engaged in the operation. Further details awaited: Jammu and Kashmir Police (visuals deferred by unspecified time) pic.twitter.com/mcLHMNOwqa
— ANI (@ANI) November 1, 2020
પ્રદર્શનની આડમાં ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ
રંગેરથ ઓપરેશન દરમિયાન આતંકીઓને સરેન્ડર કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તો આતંકીઓએ ફાયરિંગ કરી હિંસક પ્રદર્શનની આડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાએ જવાબી કાર્યવાહી કરતા અહીં પર હિઝબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફ ગાઝી હૈદરને ઠાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે કહ્યુ કે, અમે ઓપરેશનમાં સૈફુલ્લાહ નામના કમાન્ડરને મારી નાખ્યો છે. હાલ તેની ઓળખ કરવામાં આવી રહી છે પરંતુ 95 ટકા નક્કી છે કે આ સૈફુલ્લાહ છે. આ સિવાય એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
યોગી બાદ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ બોલ્યા- 'લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું'
નાઇકૂ બાદ સંભાળી હિઝબુલની કમાન
ડો. સૈફુલ્લાહ ઉર્ફે ગાઝી હૈદર મૂળ રૂપથી પુલવામાના મંગલપોરા વિસ્તારનો નિવાસી છે. તે હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીનના કહેવા પર કાશ્મીરમાં આતંકી ષડયંત્ર રચી રહ્યો હતો. રિયાઝ નાઇકૂના મોત બાદ સૈફુલ્લાહે કાશ્મીરમાં હિઝબુલની કમાન સંભાળી હતી. આ સિવાય તે પૂર્વમાં હથિયાર લૂટ, આઈઈડી હુમલો અને સુરક્ષાદળોના કાફલા પર ટેરર એટેકની ઘણી ઘટનાઓમાં સામેલ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે