કોરોના સામે જંગમાં ત્રીજુ હથિયાર, આગામી સપ્તાહે માર્કેટમાં મળશે સ્પૂતનિકની Vaccine
ભારતમાં સ્પૂતનિક વેક્સિનના 15.6 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. હાલ દેશમાં અત્યાર સુધી આશરે 18 કરોડ કોરોના વેક્સિન આપવામાં આવી ચુકી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતને આગામી સપ્તાહે કોરોના સામે જંગમાં વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળી શકે છે. આગામી સપ્તાહે ભારતમાં રશિયામાં બનેલી સ્પૂતનિક વેક્સિન ઉપલબ્દ થઈ શકે છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે, સ્પૂતનિક વેક્સિન ભારત પહોંચી ચુકી છે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે અને આશા છે કે તે આગામી સપ્તાહે માર્કેટમાં હાજર થશે. અમને આશા છે કે રશિયાથી જે સીમિત સપ્લાય આવી છે, તે આગામી સપ્તાહે વેચાણ માટે ઉપલબ્ધ થશે. પોલે કહ્યુ કે, આ વેક્સિનનો અન્ય જથ્થો આવશે. તેમણે કહ્યું કે, ભારતમાં જુલાઈથી સ્પૂતનિક વેક્સિનનું ઉત્પાદન પણ શરૂ થવાનું છે.
ભારતમાં સ્પૂતનિક વેક્સિનના 15.6 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. હાલ દેશમાં અત્યાર સુધી આશરે 18 કરોડ કોરોના વેક્સિન આપવામાં આવી ચુકી છે. અમેરિકામાં સૌથી વધુ 26 કરોડ ડોઝ લાગ્યા છે. ભારત કોરોના રસીના મામલામાં ત્રીજા સ્થાને છે. પોલે કહ્યુ કે, અમને ખુશી છે કે દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકોને કોરોનાનું સુરક્ષા કવચ આપી દેવામાં આવ્યું છે. 45 કે તેનાથી વધુ ઉંમરના 88 ટકા લોકોના કોરોનાને કારમો મોત થયા છે. તેવામાં આ ઉંમર વર્ગના લોકોનું રસીકરણ જરૂરી હતું અને તેના પર પહેલા ફોકસ કરવામાં આવ્યું છે.
#Sputnik vaccine has arrived in India. I'm happy to say that we're hopeful that it'll be available in the market next week. We're hopeful that the sale of the limited supply that has come from there (Russia), will begin next week: Dr VK Paul, Member (Health), NITI Aayog#COVID19 pic.twitter.com/OGUTHvKCr9
— ANI (@ANI) May 13, 2021
તો સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યુ કે, દેશમાં 187 જિલ્લામાં કોરોનાના કેસોમાં છેલ્લા બે સપ્તાહથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો છે. આ સિવાય બિહારમાં સ્થિતિ સુધરી છે અને એક્ટિવ કેસોની સંખ્યા એક લાખથી ઘટી ગઈ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા 3,62,727 લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,37,03,665 પર પહોંચ્યો છે. જેમાંથી 1,97,34,823 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 37,10,525 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક દિવસમાં 4120 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મોતનો આંકડો 2,58,317 પર પહોંચ્યો છે. એક દિવસમાં જો કે 3,52,181 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,72,14,256 લોકોનું રસીકરણ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે