સંસદના વિશેષ સત્રમાં 'એક દેશ-એક ચૂંટણી' બિલ લાવી શકે છે સરકાર, 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે બેઠક

Modi Government: સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં પાંચ બેઠકો યોજાશે. તેમણે કહ્યું કે અમૃત કાળ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં સાર્થક ચર્ચાની આશા છે. આ વચ્ચે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ દરમિયાન સરકાર એક મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે. 

સંસદના વિશેષ સત્રમાં 'એક દેશ-એક ચૂંટણી' બિલ લાવી શકે છે સરકાર, 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે બેઠક

નવી દિલ્હીઃ Special Session Of Parliament: કેન્દ્ર સરકાર તરફથી મોટો નિર્ણય લેવાતા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં 5 બેઠકો થશે. તે 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. તેમણે કહ્યું કે અમૃત કાળ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં સાર્થક ચર્ચા અને ડિબેટની આશા છે. સંસદના આ સત્રની જાહેરાત તેવા સમયે કરવામાં આવી જ્યારે મુંબઈમાં વિપક્ષી બઠબંધનની ત્રીજી બેઠક મળી છે. આ વચ્ચે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સરકાર આ સત્રમાં 'એક દેશ, એક ચૂંટણી' બિલ લાવી શકે છે. જો આ વાત સાચી પડે તે મોટો નિર્ણય હશે. 

મહત્વપૂર્ણ બિલ રજૂ કરાશે?
માહિતી અનુસાર, સંસદના આ વિશેષ સત્ર દરમિયાન સતત બેઠકો થશે અને સતત પાંચ બેઠકો થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સત્રમાં 10 થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે. બિલને કારણે વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. તો અન્ય અટકળો પણ લગાવવામાં આવી રહી છે. વિપક્ષ પહેલાથી જ આરોપ લગાવી ચૂક્યો છે કે સરકાર સમય પહેલા ચૂંટણી કરાવી શકે છે. જો કે સરકાર તરફથી આવા કોઈ સમાચાર સામે આવ્યા નથી.

બંને તરફથી અટકળો અને આરોપો શરૂ
આ વચ્ચે બીજીતરફ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી છે. આ પહેલા વિપક્ષ સતત સરકાર પર હુમલો કરવામાં આવ્યો તો સરકાર તરફથી પલટવાર કરવામાં આવ્યો અને સંસદમાં ચર્ચા ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સંબાધરણના આર્ટિક 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. તે હેઠળ સરકાર પાસે સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર છે. 

મોનસૂન સત્રમાં થયો હોબાળો
નોંધનીય છે કે આ પહેલા ચોમાસુ સત્રમાં જોરદાર હોબાળો જોવા મળ્યો હતો. સંસદમાં હોબાળાને કારણે સંસદના સત્રમાં કામકાજ થઈ શક્યું નહીં. આ સત્રમાં મણિપુરના મુદ્દાને લઈને વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષ તરફથી મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષે એકબીજા પર જોરદાર પ્રહારો કર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news