Money Laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

Money Laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મુંબઈની હોલિડે કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 

Money Laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

નવી દિલ્હીઃ Money Laundering Case: કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મુંબઈની હોલિડે કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઈડીએ કોર્ટ પાસે અનિલ દેશમુખની 9 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે કસ્ટડી આપી નહીં. 

ઈડીએ મની લોન્ડ્રિંગના મામલામાં દેશમુખની 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ 1 નવેમ્બરની મોડી રાત્રે ધરપકડ કરી હતી. આગામી દિવસે દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા હતા. હવે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

— ANI (@ANI) November 6, 2021

કથિત વસૂલી ગેંગ સાથે જોડાયેલો છે મામલો
મની લોન્ડ્રિંગનો આ મામલો મહારાષ્ટ્ર પોલીસમાં કથિત વસૂલી ગેંગ સાથે જોડાયેલો છે. ઈડીએ સીબીઆઈ દ્વારા 21 એપ્રિલે એનસીપી નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા બાદ દેશમુખ અને તેના સાથીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ દેશમુખ પર ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરૂપયોગના આરોપોનો કેસ દાખલ કર્યો હતો. 

ઈડીનો આરોપ છે કે દેશમુખે રાજ્યના ગૃહમંત્રી રહેવા દરમિયાન પોતાના સત્તાવાર પદનો દુરૂપયોગ કર્યો અને સસ્પેન્ડ પોલીસકર્મી સચિન વાઝે દ્વારા મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટથી 4.70 કરોડ રૂપિયાથી વધુ ભેગા કર્યા. દેશમુખે પૂર્વમાં આ આરોપોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે એજન્સીનો આ મામલો એક વિવાદિત પોલીસ અધિકારી (વાઝે) દ્વારા આપવામાં આવેલા દુર્ભાવનાપૂર્ણ નિવેદનો પર આધારિત હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news