Solar Eclipse: દિવાળી પર જ સૂર્ય ગ્રહણ! તહેવાર ઉજવી શકાશે કે નહીં? અહીં જાણો સંપૂર્ણ માહિતી
Solar Eclipse 2022: આ વખતે દિવાળીના તહેવાર પર સૂર્ય ગ્રહણને લને લોકોમાં શંકા છે કે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકાશે કે નહીં. તેને લઇને લોકોના મનમાં જે પ્રકારના સવાલ છે, તેના જવાબ આ આર્ટિકલમાં મળશે...
Trending Photos
Solar Eclipse on Diwali 2022: દિવાળીના અવસર પર જ સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે. આ વર્ષનું આ પહેલું સૂર્ય ગ્રહણ છે, જે ભારતમાં પણ જોવા મળશે. સૂર્ય ગ્રહણ અને દિવાળી એક સાથે ઉજવવાને લઇને લોકોમાં ભ્રમ અને શંકા પેદા થઈ ગઈ છે કે આ વખતે દિવાળી ઉજવી શકાશે કે નહીં. શુભ અને લક્ષ્મીના પ્રતીક ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકાશે કે નહીં અને પૂજા કરાશે તો ક્યારે હશે. આ એક સવાલ છે. જે લોકોને પરેશાન કરી રહ્યો છે. આવો આ આર્ટિકલમાં વાંચીએ, જેમાં આ પ્રકારના તમામ સવાલોના જવાબ અને શંકાઓનું નિવારણ છે. આર્ટિકલમાં અમે સૂર્ય ગ્રહણની તિથિ અને સમય સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે આ સમયમર્યાદામાં તમારે શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ.
24 ઓક્ટોબરના ઉજવવામાં આવશે દિવાળી
આ વખતે તમે દિવાળી પણ ઉજવી શકશો અને દીવા પ્રગટાવી તમારા ઘરને સજાવવાની સાથે પ્રથમ પૂજ્ય ગણેશજી અને ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરી સુખ-શાંતિ ધન એશ્વર્ય વગેરેની કામના પણ કરી શકશો. સૌ કોઈ જાણે છે કે દિવાળીનો પર્વ કાર્તિક માસમાં કૃષ્ણ પક્ષની અમાસના આવે છે. આ વખતે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી 24 ઓક્ટોબરની સાંજે 4.44 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ અમાસ શરૂ થશે. આ રીતે તમે 24 ઓક્ટોબરના દિવાળી ઉજવી શકશો અને નરક ચતુર્દશી પણ ઉજવી શકશો.
ખંડગ્રાસ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના બનશે
ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ કાર્તિક કૃષ્ણ પક્ષની અમાસ એટલે કે 25 ઓક્ટોબર 2022 મંગળવારના બનશે. એક વાસ સમજી લો કે ગ્રહણ કોઈપણ હોય, તેને લઇને ભયભીત થવાની જરૂર નથી. તેને તો સિદ્ધિયોનો મહાપર્વ માનવામાં આવે છે. તેથી ઋષિ તેને સિદ્ધિકાળ કહેતા હતા. ભગવાન શ્રીરામના ગુરૂ વશિષ્ઠ અને શ્રીકૃષ્ણએ સંદીપન ગુરૂથી ગ્રહણકાળમાં જ દીક્ષા લીધી હતી. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર, સૂર્યાસ્ત પછી થતા સૂર્ય ગ્રહણ ખુબ પ્રભાવી નથી હોતા.
ભારત સહિત આ દેશમાં જોવા મળશે
ભારતીય સમય અનુસાર ગ્રહણનો સ્પર્શ દિવસમાં 4.31 કલાકે હશે. મધ્ય 5.14 વાગે તેમજ મોક્ષ 5.57 કલાકે હશે. તેનો સૂતક ભારતીય સમય અનુસાર પ્રાંત: 4.31 વાગ્યાથી પ્રારંભ થશે. ગ્રહણ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિ પર છે. તેથી આ નક્ષત્ર અને રાશિના લોકોને રોગ, પીડા અને કષ્ટ રહેશે. આ નક્ષત્ર તેમજ રાશિના જાતકોએ ગ્રહણના દર્શન ના કરવા જોઇએ. આ ગ્રહણ ભારત સહિત ગ્રીનલેન્ડ, સ્વીડન, નોર્વે, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, સ્પેન, યમન, ઓમાન, સાઉદી અરબ, ઇજિપ્ત, ઇટલી, પોલેન્ડ, રોમાનિયા, ઓસ્ટ્રિયા, ગ્રીસ, તૂર્કી, ઇરાક, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તર તેમજ પશ્ચિમ શ્રીલંકા, મોસ્કો, પશ્ચિમ રશિયા, નેપાલ તેમજ ભુતાનમાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે