સોલન દુર્ઘટના: સેનાના 13 જવાનો સહિત 14 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ
હિમાચલ પ્રદેશના સોલનમના કુમારહટ્ટીમાં રવિવારે સાંજે 4 કલાકે થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. રાહત અને બચાવ દળે સોમવારે કાટમાળમાં દબાયેલા 3 વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે. જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. કુમારહટ્ટીમાં બિલ્ડિંગ તૂટી પડતા લગભગ 40થી વધુ લોકો તેની ચપેટમાં આવી ગયા હતાં. દુર્ઘટનામાં જે 14 લોકો માર્યા ગયા તેમાં સેનાના 13 જવાનો અને એક નાગરિક સામેલ છે. રેસ્ક્યુ ઓપરેશનમાં રવિવારે સાંજ સુધીમાં સાત લોકોના મૃતદેહો મળી આવ્યાં હતાં. પરંતુ હવે આંકડો 14 પર પહોંચી ગયો છે. મૃત્યુંઆક વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
Trending Photos
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સોલનમના કુમારહટ્ટીમાં રવિવારે સાંજે 4 કલાકે થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. રાહત અને બચાવ દળે સોમવારે કાટમાળમાં દબાયેલા 3 વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે. જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. કુમારહટ્ટીમાં બિલ્ડિંગ તૂટી પડતા લગભગ 40થી વધુ લોકો તેની ચપેટમાં આવી ગયા હતાં. દુર્ઘટનામાં જે 14 લોકો માર્યા ગયા તેમાં સેનાના 13 જવાનો અને એક નાગરિક સામેલ છે. રેસ્ક્યુ ઓપરેશનમાં રવિવારે સાંજ સુધીમાં સાત લોકોના મૃતદેહો મળી આવ્યાં હતાં. પરંતુ હવે આંકડો 14 પર પહોંચી ગયો છે. મૃત્યુંઆક વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
Kumarhatti building collapse: 42 people, 30 Army personnel & 12 civilians, were trapped in the debris, all of them have been pulled out. 13 Army personnel & a civilian have died. #HimachalPradesh https://t.co/HWNDfQBSPt
— ANI (@ANI) July 15, 2019
ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઈમારતના કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી છે. અત્રે જણાવવાનું કે સેનાના કેટલાક જવાનો અહીં ભોજન કરવા માટે પહોંચ્યા હતાં. અચાનક ત્યારે જ આ દુર્ઘટના ઘટી. અન્ય લોકોની સાથે તેઓ પણ કાટમાળમાં દબાઈ ગયાં. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી. મૃતકો અને ઘાયલોના પરિજનો સાથે પણ મુલાકાત કરી છે.
જુઓ LIVE TV
સીએમ જયરામ ઠાકુરે આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મૃતકોના પરિજનોને દરેક શક્ય મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ તેમણે ઘાયલોને નાણાકીય સહાય પણ જાહેર કરી છે. તેમણે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે અને તેની પાછળના કારણો જાણવા કહ્યું છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે બિલ્ડિંગનું નિર્માણ કાર્ય નિર્માણ નિયમ મુજબ કરાયું નહતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે