હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, સમાજસેવિકા ભોપાલથી યુવતીઓ લાવી કરતી હતી લોહીનો વેપાર
MPના સિહોરમાં પોલીસે એક મોટું સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના એક બસ સ્ટેન્ડ પાસેના એક મકાનમાં ઘણા સમયથી સેક્સ રેકેટ ચાલતું હતું.
Trending Photos
નવી દિલ્હી: આજકાલ સેક્સ રેકેટને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. MPના સિહોરમાં પોલીસે એક મોટું સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના એક બસ સ્ટેન્ડ પાસેના એક મકાનમાં ઘણા સમયથી સેક્સ રેકેટ ચાલતું હતું. પરંતુ કોઈ ધ્યાન આપતું નહોતું. પરંતુ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને કોતવાલી પોલીસે 4 યુવતીઓ, 3 ગ્રાહકો, એક ડ્રાઈવર, એક ઓપરેટર અને એક મહિલા મેનેજર સહિત 10 લોકોની ધરપકડ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે શહેરના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસ સ્ટેશન કોતવાલીએ એક ઘરમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપ્યું છે. પોલીસે અહીંથી 10 લોકોની ધરપકડ કરી છે, જેમાં 4 યુવતીઓ, 3 ગ્રાહકો, એક ડ્રાઈવર, એક ઓપરેટર અને એક મહિલા મેનેજરનો સમાવેશ થાય છે.
ભોપાલથી આવે છે યુવતીઓ
જણાવવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી પોલીસને સેક્સ રેકેટની સૂચના મળી રહી હતી, જેના કારણે પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે રેડ કરીને કાર્યવાહી કરી છે. આ ઘટનામાં ઝડપાયેલ તમામ યુવતીઓ ભોપાલથી લાવવામાં આવી હતી.
પોતાના ઘરમાં સેક્સ રેકેટ ચલાવનાર અનુપમા પોતાને મહિલા નેતા ગણાવતી હતી. ઘણા VIP સાથે ફેસબુક પર ફોટા શેર કરતી હતી. એકવાર તે શિવસેના તરફથી મ્યુનિસિપલ ચૂંટણી પણ લડી ચૂકી છે, જેમાં તે ખરાબ રીતે હારી હતી. તે પોતાને એક સામાજિક કાર્યકર અને નેતા ગણાવતી હતી. હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આ મામલામાં એએસપી સમીર યાદવે જણાવ્યું હતું કે પોલીસને માહિતી મળી રહી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રોકડા 28 હજાર 710 રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તમામની પૂછપરછ ચાલી રહી છે. બધી છોકરીઓ ભોપાલથી આવતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે