એક એવો પતિ... જે મંગળસૂત્ર પહેરીને જતો હતો ઓફિસ, પછી જે થયું તે જાણીને સ્તબ્ધ થશો

શાર્દુલે જ્યારે આ અંગે તનુજા સાથે ચર્ચા કરી તો તે સ્તબ્ધ રહી ગઈ. શાર્દુલે તેને કહ્યું કે આ આપણા લગ્નનું પહેલું ડગલું છે અને હું આપણા લગ્નના દિવસથી બરાબરી કરવા માંગુ છું. 

એક એવો પતિ... જે મંગળસૂત્ર પહેરીને જતો હતો ઓફિસ, પછી જે થયું તે જાણીને સ્તબ્ધ થશો

નવી દિલ્હી: ભારતીય લગ્નો પોતાની પરંપરાઓ માટે પણ એટલા જ પ્રખ્યાત છે જેટલા તેમની જીવંતતા માટે. 29 વર્ષના શાર્દુલ કદમ અને 27 વર્ષની તનુજાએ ગત ડિસેમ્બરમાં લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન જીવનમાં એક નવો વળાંક આવ્યો. બંનેએ એકબીજાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યા. સામાન્ય રીતે લગ્નમાં ફક્ત દુલ્હન જ આ પ્રતિબદ્ધતાનું પ્રતિક પહેરતી હોય છે. 

કોણ છે શાર્દુલ
શાર્દુલ મહારાષ્ટ્રનો રહીશ છે અને પુનાથી 30 કિલોમીટર દૂર રહે છે. તેના જણાવ્યાં મુજબ મરાઠીઓમાં મંગળસૂત્ર ખુબ મહત્વ ધરાવે છે. આથી લગ્ન સમયે મંગળસૂત્ર રિંગની જેમ એક્સચેન્જ કર્યું. 

આ કારણસર શાર્દુલે પહેર્યું મંગળસૂત્ર
શાર્દુલે આમ કરીને લૈંગિક સમાનતા સ્થાપિત કરવા અને પિતૃસત્તાની પ્રથા પર સવાલ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. શાર્દુલનું કહેવું છે કે મારા માટે મંગળસૂત્ર લગ્નનું લેબલ નહીં પરંતુ પ્રેમનું પ્રતિક છે. તે કહે છે કે જ્યારે મે અને તનુજાએ ચાર વર્ષ પહેલા ડેટિંગ શરૂ કર્યું, અમે નક્કી કરી લીધુ હતું કે અમે એકબીજાથી અલગ કઈ કામ નહીં કરીએ. 

શાર્દુલે જ્યારે આ અંગે તનુજા સાથે ચર્ચા કરી તો તે સ્તબ્ધ રહી ગઈ. શાર્દુલે તેને કહ્યું કે આ આપણા લગ્નનું પહેલું ડગલું છે અને હું આપણા લગ્નના દિવસથી બરાબરી કરવા માંગુ છું. મેં મારા માતાપિતાને જવાબદારીઓ શેર કરતા જોયા હતા અને તેમનું અનુકરણ કરવા માંગતો હતો. 

શાર્દુલ માને છે કે જ્યારે સગાઈમાં રિંગ એક્સચેન્જ થાય છે તો કોઈ સવાલ ઉઠતો નથી. પરંતુ મંગળસૂત્ર પર લોકો કેમ સવાલ ઉઠાવે છે, તે સમજ બહાર છે. 

પૂજારીને થતો હતો સંકોચ
શાર્દુલે જણાવ્યું કે સમગ્ર સમારોહમાં સંકોચ કરનારા એકમાત્ર પૂજારી હતા. બંનેએ લગ્નના સમયે સાત ફેરા લીધા અને અલગ અલગ શપથ વાંચવાની જગ્યાએ સાત શપથ એક સાથે વાંચ્યા. શાર્દુલની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના ખુબ વખાણ પણ થયા અને ટીકા પણ. તેણે જણાવ્યું કતે મને મોટા પાયે ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. મારા મીમ બનતા હતા અને મીમ પેજો પર મારી તસવીર શેર થતી હતી. આ ખરેખર નિરાશાજનક હતું કારણ કે આ એક વ્યક્તિગત ઘટના છે. 

fg

શાર્દુલે કહ્યું કે લોકો વિચારે છે કે મે પરંપરા તોડવાની કોશિશ કરી પરંતુ મારો હેતુ એક સકારાત્મક બદલાવ લાવવાનો હતો. પરંતુ અનેક દિવસો બાદ લોકોએ જ્યારે મંગળસૂત્ર બનાવનારા ડિઝાઈનરમાં રસ દાખવ્યો તો મને ખુબ સારું લાગ્યું. 

20 દિવસ લાગ્યા મંગળસૂત્ર બનાવવામાં
શાર્દુલ કહે છે કે મંગળસૂત્ર તૈયાર કરવા માટે ખુબ મહેનત કરવી પડી. તેણે આ માટે એક ફીમેલ ડિઝાઈનર હાયર કરી અને કાળા મોતી સાથે એક મોટું પેન્ડેન્ટ બનાવડાવ્યું. તેણએ પત્ની કરતા પણ મોટું મંગળસૂત્ર બનાવડાવ્યું. જેના કારણે લોકો હંમેશા તેને ટોકતા હતા કે તેનું મંગળસૂત્ર તનુજાના મંગળસૂત્ર કરતા પણ મોટું છે. એટલે સુધી કે દરેક તીજ તહેવાર અને ફંકશનમાં બંને એક બીજાને મંગળસૂત્ર પહેરાવે છે કારણ કે આમ કરીને તેમને પોતાના લગ્નનો દિવસ યાદ આવે છે. 

msમંગળસૂત્ર પહેરીને ઓફિસ ગયો
માર્કેટિંગ કમ્યુનિકેશન કન્સલટન્ટ શાર્દુલ જ્યારે ઓફિસ મંગળસૂત્ર પહેરીને ગયો તો તેને લાગ્યું કે ઓફિસમાં લોકો તેને જજ કરશે પરંતુ એવું કઈ થયું નહીં ઉલટું બધા તેના મનસૂબા જાણીને ખુશ થતા હતા. જો કે લગ્નના અનેક દિવસ સુધી તે ટ્રોલ થતો રહ્યો. આથી તેના વિશે બધાનવે પહેલેથી ખબર જ હતી. શરૂઆતમાં તે ઓફિસમાં મોટું મંગળસૂત્ર પહેરીને જતો હતો પરંતુ ત્યારબાદ તેણે મંગળસૂત્રનું બ્રેસલેટ બનાવી લીધુ અને હવે તે ખાસ અસરે જ પત્નીની જેમ મોટું મંગળસૂત્ર પહેરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news