જમ્મૂ-કાશ્મીરઃ આજે મધ્યરાત્રીથી શરૂ થઈ જશે એસએમએસ સેવાઓ
કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધું હતું.
Trending Photos
શ્રીનગરઃ સરકારે જમ્મૂ અને કાશ્મીરને નવા વર્ષની ભેટ આપી છે. રાજ્યમાં આજે મધ્યરાત્રીથી એસએમએસ સેવાઓ શરૂ થઈ જશે. જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે આ વાતની જાણકારી આપી છે. આ સાથે કાશ્મીરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવશે.
જમ્મૂ અને કાશ્મીરમાં તમામ નેટવર્ક અને લેન્ડલાઇન કનેક્શનને 5 ઓગસ્ટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે કંસલે જણાવ્યું, 'કેદ કરાયેલા નેતાઓને છોડવાનો નિર્ણય સ્થાનિત તંત્રનો હશે. સરકારી હોસ્પિટલોની સાથે સ્કુલોમાં પણ બ્રોડબેન્ડ સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.'
કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધું હતું.
Jammu and Kashmir Principal Secretary Rohit Kansal: SMS services to be restored from midnight, December 31 in Kashmir valley. (File pic) pic.twitter.com/GBdhJUFx05
— ANI (@ANI) December 31, 2019
રાજ્યમાંથી કલમ 370 હટાવ્યા બાદ સોશિયલ મીડિયા દ્વારા કોઈ હિંસા ન થાય તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યમાં તમામ પ્રકારની ઇન્ટરનેટ સેવા તથા એસએમએસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે