એક સાધારણ પરિવારની મહિલાને તમે આશિર્વાદ આપ્યો છે: સ્મતિનો ભાવુક સંદેશ

સ્મૃતિએ પોતાનાં ચૂંટણી વિસ્તારની જનતા માટે રેકોર્ડેડ સંદેશ જાહેર કર્યો છે. આ રેકોર્ડેડ સંદેશ અમેઠીમાં તેમની આઇટી સેલની ટીમ દ્વારા જાહેર કરાયો છે

એક સાધારણ પરિવારની મહિલાને તમે આશિર્વાદ આપ્યો છે: સ્મતિનો ભાવુક સંદેશ

અમેઠી : અમેઠી લોકસભા સીટથી નવા ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઇરાનીએ શુક્રવારે અહીંના લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ આગામી પાંચ વર્ષ દરેક ગામ સુધી સમસ્યાઓનો ઉકેલ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ રહેશે. સ્મૃતિએ પોતાનાં લોકસભા ક્ષેત્રની જનતા માટે ચાલી રહેલા એક રેકોર્ડેડ સંદેશમાં કહ્યું કે, હું મારા સંકલ્પને રિપિટ કરુ છું કે આગામી પાંચ વર્ષોમાં દરેક ગામ સુધી, દરેક વિસ્તાર સુધી, દરેક ન્યાય પંચાયત સુધી સમસ્યાઓનું સમાધાન પહોંચાડવું મારી પ્રતિબદ્ધતા રહેશે. એકવાર ફરીથી સંકલ્પિત અમેઠીનાં વિકાસની તરફ પગલું વધાર્યું છે. 

હું સ્મૃતિ ઇરાની આજથી તમારી વિધિવત્ત સાંસદ
ઇરાનીએ કહ્યું કે, અમેઠીની સ્નેહી બહેનો, સન્માનિત ભાઇઓને હું પ્રમાણ કરુ છું. હું સ્મૃતિ ઇરાની આજથી તમારી વિધિવત્ત સાંદસ છું. એક સાધારણ પરિવારની મારા જેવી મહિલાને તમે આશિર્વાદ આપ્યા છે. તમે બધાએ જે ઇતિહાસ રચ્યો છે, તેને સમગ્ર દેશ અને દુનિયાએ જોયો છે. 

સ્મૃતિએ કહ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટીની એક સાધારણ કાર્યકર્તા હોવાનાં કારણે તમારા શ્રીચરણોમાં હું મારી કૃતજ્ઞતા અર્પિત કરુ છું. મારી તરફથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરફથી અમારા કાર્યકર્તા તરફથી દરેક પ્રજાને શત શતન નમન તમારો આભાર. આ અગાઉ સવારે ટ્વીટ કરતા ઇરાનીએ લખ્યું કે એક નવી સવાર અમેઠી માટે, એક નવો સંકલ્પ... આભાર અમેઠી... શત શતન નમન. તમે વિકાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો, કમળનું ફુલ ખિલવ્યું છે, અમેઠીનો આભાર.

સ્મૃતિએ રાહુલ ગાંધીને પરાજીત કર્યા
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની પ્રતિષ્ઠિત અમેઠી સીટ પર ગુરૂવારે ભાજપ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ 55,120 મતથી જીત પ્રાપ્ત કરી હતી. સ્મૃતિ ઇરાનીને 4,68,514 મત મળ્યા જ્યારે તેના પ્રતિદ્વંદી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 4,13,394 મત પ્રાપ્ત થયા. આ અગાઉ રાહુલ ગાંધી આ સીટ પરથી સતત 3 વખત સાંસદ રહી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news