સ્મૃતિ ઇરાનીઃ 'તુલસી વહુ'થી લઈને ગાંધી પરિવારના ગઢને ધ્વસ્ત કરવા સુધી
'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ટીવી સીરિયલથી ઘર-ઘરમાં ઓળખ બનાવનાર ઇરાનીએ જ્યારે ભાજપના માધ્યમથી રાજનીતિમાં પગ મુક્યો તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે તે એક દિવસ દેશના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારના ગઢમાં તેના વર્ચસ્વને તોડી દેશે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી સ્મૃતિ ઇરાનીની રાજકીય સફર ખુબ રસપ્રદ રહી છે. કારણ કે સાસ ભી કભી બહુથી ટીવી સીરિયલથી ઘર-ઘરમાં ઓળખ બનાવનારી ઇરાનીએ જ્યારે ભાજપના માધ્યમથી રાજનીતિમાં પગ મુક્યો તો ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે એક દિવસ દેશના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારના ગઢમાં તેના વર્ચસ્વને તોડી દેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હાર સ્વીકાર કરી લીધી છે અને ઇરાનીને જીત માટે શુભેચ્છા આપી છે. આ પહેલા 1977માં સંજય ગાંધીએ અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
2004માં પ્રથમવાર ચૂંટણીમાં મળી હતી હાર
સ્મૃતિ 2003માં તે સમયે ભાજપમાં સામેલ થઈ, જ્યારે તેનું અભિનયનું કરિયર આસમાને હતું. તેના આગામી વર્ષે તે મહારાષ્ટ્ર યૂથ વિંગની ઉપાધ્યક્ષ બની હતી. 2004માં ઇરાનીએ પ્રથમવાર ચાંદની ચોક લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરી પરંતુ તેને કોંગ્રેસના કપિલ સિબ્બલના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. 2010માં ઇરાનીને ભાજપ મહિલા મોર્ચાની કમાન આપવામાં આવી હતી. 2011માં ભાજપે તેમને રાજ્યસભા મોકલ્યા હતા. આગામી વર્ષે તેમને પાર્ટીની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી હતી.
રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડવી રહી કરિયરનો ટર્નિંગ પોઈન્ટ
ઇરાનીના રાજકીય કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો, જ્યારે ભાજપે તેને 2014માં ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તે 1 લાખ મતથી હારી ગયા, પરંતુ ચૂંટણી મેદાનમાં તેમણે જે રીતે લડત આપી, તેમણે બધાને પ્રભાવિત કર્યાં હતા. તેનું ઇનામ પણ તેમને મળ્યું હતું. લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન માત્ર પોતાના કેબિનેટમાં જગ્યા આપી, પરંતુ માનવ સંસાધન જેવું મહત્વપૂર્મ મંત્રાલય આપ્યું હતું. બાદમાં તેને કપડા મંત્રાલયમાં મોકલવામાં આવી હતી.
2014માં હાર બાદ પણ અમેઠી સાથે જાળવી રાખ્યો સંબંધ
2014માં રોમાંચક મુકાબલામાં હાર્યા છતાં સ્મૃતિએ અમેઠી સાથે પોતાનો સંબંધ જાળવી રાખ્યો. તેઓ સતત નિયમિત સમયે અમેઠીનો પ્રવાસ કરતા રહ્યાં હતા. સ્મૃતિએ છેલ્લા 5 વર્ષોમાં ખુદને રાહુલ ગાંધીના વિરોધી તરીકે સ્થાપિત કરી હતી. સંસદથી લઈને સંસદની બહાર સુદી તે મહત્વના મુદા પર રાહુલ ગાંધીને કાઉન્ટર કરતી રહી અને તેના પર હુમલો કરવાની એક પણ તક ન ગુમાવી. રાહુલ ગાંધીના અમેઠી સિવાય વાયનાડથી ચૂંટણી લડવાને ઇરાની અને ભાજપે કોંગ્રેસ અધ્યક્ષનો ડર ગણાવ્યો હતો.
વિવાદો સાથે સંબંધ
સ્મૃતિ ઇરાની પોતાની શૈક્ષણિક યોગ્યતાને લઈને વિવાદોમાં રહી હતી. તેના પર આરોપ લાગ્યો કે 2004 અને 2014 ચૂંટણી એફિડેવિટમાં તેમણે પોતાની શૈક્ષણિક યોગ્યતા અલગ-અલગ દર્શાવી હતી. 2004માં ઇરાનીએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેઓ સ્નાતક છે. એફિડેવિટ પ્રમાણે, તેમણે 1996માં દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કરેસ્પોન્ડેસથી બીએની ડિગ્રી મેળવી હતી. પરંતુ 2014માં તેમણે પોતાના એફિડેવિટમાંજણાવ્યું કે, તેમણે 1994માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ પાર્ટ 1ની પરિક્ષા પાસ કરી હતી અને કોર્ષ પૂરો ન કરી શકી. આ સિવાય સ્મૃતિ તે સમયે વિવાદોમાં આવી જ્યારે તેણે કહ્યું કે, તેની પાસે અમેરિકાની જાણીતી યેલ યુનિવર્સિટીની ડિગ્રી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે