કાનપુર ગોળીકાંડની તપાસ માટે એસઆઈટીની રચના, 31 જુલાઈ સુધી સોંપવાનો રહેશે રિપોર્ટ

કાનપુરમાં આઠ પોલીસકર્મિઓની ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથિઓએ હત્યા કરી હતી. હવે કાનપુર ગોળીકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. 

 કાનપુર ગોળીકાંડની તપાસ માટે એસઆઈટીની રચના, 31 જુલાઈ સુધી સોંપવાનો રહેશે રિપોર્ટ

કાનપુરઃ કાનપુર ગોળીકાંડની તપાસ માટે એચઆઈટીની રચના કરવામાં આવી છે. કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથીઓએ હત્યા કરી હતી. આ મામલાની તપાસ માટે અધિક મુખ્ય સચિવ સંજય ભૂસરેડ્ડીની અધ્યતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીએ આ મહિનાના અંત સુધીમાં તપાસ પૂરી કરીને રિપોર્ટ તંત્રને સોંપવાનો છે.

સંજય ભૂસરેડ્ડીની અધ્યક્ષતા વાળી આ એસઆઈટીમાં એડિશનલ ડીજીપી હરિરામ શર્મા અને પોલીસ ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ જે. રવીન્દ્ર ગૌડને પણ સામેલ કરવામાં આવ્યા છે. એસઆઈટી દ્વારા ઘટના સાથે જોડાયેલા વિભિન્ન પ્રકરણની તપાસ કરવામાં આવશે. સાથે 31 જુલાઈ 2020 સુધી એસઆઈટીએ તપાસ રિપોર્ટ તંત્રને સોંપવો પડશે. 

એસઆઈટી દ્વારા વિકાસ દુબે અને પોલીસના સંબંધોની સાથે તેના પર અત્યાર સુધી ભરાયેલા પગલાની પણ તપાસ કરવામાં આવશે. આ સિવાય વિકાસ દુબેના એક વર્ષના કોલ રેકોર્ડની પણ તપાસ થશે. એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે કે વિકાસ દુબે વિરુદ્ધ અત્યાર સુધી જેટલા પણ મામલા હતા, તેના પર કેટલી પ્રભાવી કાર્યવાહી કરવામાં આવી છે. 

આ સિવાય વિકાસ દુબે વિરુદ્ધ આવેલી ફરિયાદ પર પોલીસ સ્ટેશન અધિકારી ચૌબેપુર અને જિલ્લાના અન્ય અધિકારીઓ દ્વારા શું તપાસ કરવામાં આવી અને શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે. આ સાથે વિકાસ દુબે અને તેના સંપર્કમાં આવેલા બધા પોલીસકર્મિઓ વિરુદ્ધ પૂરાવા મળ્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીની ભલામણ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 

આ સાથે એસઆઈટી દ્વારા તે તથ્યની પણ તપાસ કરવામાં આવશે કે ઘટનાના દિવસે આરોપીની પાસે ઉપલબ્ધ હથિયારોને લઈને સૂચનાની બેદરકારી ક્યા સ્તરે થઈ અને શું પોલીસ સ્ટેશનમાં તેની જાણકારી હતી કે નહીં. તેની તપાસ કરી દોષિતોની માહિતી મેળવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news