ના હોય! બાળકો પેદા કરો અને  2 પગાર, 3 લાખ રૂપિયાની ગિફ્ટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામો

એક રિપોર્ટ મુજબ, હાલના દિવસોમાં સિક્કિમમાં પ્રજ્નન દર ઓછો જોવા મળતા પ્રતિ મહિલા એકથી ઓછા બાળક નોંધવામાં આવ્યા છે. જેથી સ્થાનિક સમુદાયની વસ્તી સતત ઘટી રહી છે. રાજ્યમાં ઘટતી જતી વસતીની સમસ્યાને પગલે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરી લોકોને બાળકો પેદા કરવા લાલચ આપી રહી છે. 

ના હોય! બાળકો પેદા કરો અને  2 પગાર, 3 લાખ રૂપિયાની ગિફ્ટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામો

નવી દિલ્હીઃ તમને ભરોસો નહીં થાય કારણ કે ભારતમાં વસતી વધારાને કારણે દેશ વિશ્વમાં ચીનને પછાડી નંબર વન થવા જઈ રહ્યો છે. ભારતમાં જબરદસ્ત વસતી સામે આ રાજ્યમાં જન સંખ્યા વધી રહી નથી. અહીં ઉલટી ગંગા વહી રહી છે. એટલે સરકારે પ્રોત્સાહક ઈનામો જાહેર કરવા પડ્યા છે. તમને ભરોસો ના થતો હોય તો ચેક કરી લો આ વિગતો... સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સ્થાનિક સમુદાયને વધારે બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે યોજનાની જાહેરાત કરી હતી.

આ પણ ખાસ વાંચોઃ

એક રિપોર્ટ મુજબ, હાલના દિવસોમાં સિક્કિમમાં પ્રજ્નન દર ઓછો જોવા મળતા પ્રતિ મહિલા એકથી ઓછા બાળક નોંધવામાં આવ્યા છે. જેથી સ્થાનિક સમુદાયની વસ્તી સતત ઘટી રહી છે. રાજ્યમાં ઘટતી જતી વસતીની સમસ્યાને પગલે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરી લોકોને બાળકો પેદા કરવા લાલચ આપી રહી છે. 

ભારત વસતી ઘટાડવા માગે છે અને આ રાજ્યની જાહેરાતને પગલે અનેક લોકોને આંચકો લાગ્યો છે. દક્ષિણ સિક્કિમના જોરેથંગ શહેરમાં માઘે સંક્રાંતિ મહોત્સવને સંબોધિત કરતા મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સ્થાનિક સમુદાયની ઘટતી વસ્તીને લઈને મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. તમાંગે આ પ્રસંગે જણાવ્યું કે, સ્થાનિક સમુદાયને ઘટતી વસ્તીમાં સુધાર લાવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમની સરકાર નોકરી કરતી મહિલાઓને ૩૬૫ દિવસની માતૃત્વ રજા તેમજ પુરુષ કર્મચારીઓને ૩૦ દિવસની પિતૃત્વ રજાની ઘોષણા કરી ચૂકી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે મહિલા કર્મીઓને બીજા બાળક પર એક વેતન વૃદ્ધિ અને ત્રીજા બાળક પર બે વેતન વૃદ્ધિની જાહેરાત કરી છે. 

આ પણ ખાસ વાંચોઃ

સરકારે સિક્કિમની હોસ્પિટલોમાં આઈવીએફની સુવિધાની શરૂઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ માધ્યમથી બાળક પેદા કરનાર મહિલાને રૂપિયા ૩ લાખની ગ્રાંટ આપવામાં આવશે. ખરેખર આ જાહેરાતો જોઈને તમને પણ ભરોસો નહીં આવે પણ આ વાત સાચી છે. કારણ કે સિક્કિમમાં વસતી ઘટી રહી છે એટલે સરકાર વધારવા માટે પ્રયાસો કરી રહી છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news