Sidhu Moose Wala Murder: સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પ્રથમ ધરપકડ, આરોપી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

Sidhu Moose Wala Murder Case: સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પંજાબ પોલીસે મનપ્રીત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. 

Sidhu Moose Wala Murder: સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પ્રથમ ધરપકડ, આરોપી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

ચંદીગઢઃ રવિવારે પંજાબના સિંગરની હત્યા કેસમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે ઉત્તરાખંડમાંથી કસ્ટડીમાં લીધેલા મનપ્રીત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મનપ્રીત સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે પંજાબ પોલીસે સોમવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સિલસિલામાં દેહરાદૂનથી પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા હતા. 

પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ પાંચેય ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હેમકુંજ સાહિબ ગુરૂદ્વારા જઈ રહ્યા હતા. પાંચેય લોકોને શિમલા બાઇપાસ રોડથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હવે પંજાબ પોલીસ તે જાણકારી મેળવશે કે તેની સિંગર મૂસેવાલાની હત્યામાં શું ભૂમિકા હતી. તો સિંગર હત્યા કેસમાં પંજાબ પોલીસે ફિરોઝપુર જેલથી બે લોકોને પ્રોડક્શન વોરંટ પર લીધા છે. તેમાંથી પોલીસે મનપ્રીત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો. મનપ્રીત સિંહ પર આરોપ છે કે તેણે હત્યારાઓને ગાડી ઉપલબ્ધ કરાવી હતી. 

શું છે ઘટના
રવિવારે પંજાબના યુવા ગાયક સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. મૂસેવાલા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચુક્યો છે. આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ યુવા સિંગરને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ ગાયકની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. સિદ્ધુ મૂસેવાલાએ કેનેડાથી અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તે પંજાબમાં સિંગર બની પરત ફર્યો હતો. મૂસેવાલાનો નાતો વિવાદો સાથે પણ રહ્યો હતો. રવિવારે યુવા સિંગરની હત્યા થઈ તેના એક દિવસ પહેલા પંજાબ સરકારે તેની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news