આખરે શું છે આ Narco Test, જેનાથી અપરાધીઓ ફટાફટ સત્ય બોલવા લાગે છે? જાણો કેવી રીતે પૂછાય છે સવાલ

Shraddha Murder Case: કોર્ટે આફતાબના નાર્કો ટેસ્ટની પણ મંજૂરી આપી દીધી છે. નાર્કો ટેસ્ટમાં મોટા મોટા અપરાધીઓ સત્ય ઓકી નાખે છે. નાર્કો ટેસ્ટથી ખૂંખાર અપરાધીઓ પણ ડરે છે. ત્યારે આ નાર્કો ટેસ્ટ છે શું અને કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે જાણવું જરૂરી છે. 

આખરે શું છે આ Narco Test, જેનાથી અપરાધીઓ ફટાફટ સત્ય બોલવા લાગે છે? જાણો કેવી રીતે પૂછાય છે સવાલ

Aftab Narco Test: દિલ્હીમાં ઘટેલા શ્રદ્ધા હત્યાકાંડે સમગ્રે દેશને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કોર્ટે શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબની પોલીસ કસ્ટડી 5 દિવસ માટે વધારી દીધી છે. આ સાથે જ કોર્ટે આફતાબના નાર્કો ટેસ્ટની પણ મંજૂરી આપી દીધી છે. નાર્કો ટેસ્ટમાં મોટા મોટા અપરાધીઓ સત્ય ઓકી નાખે છે. નાર્કો ટેસ્ટથી ખૂંખાર અપરાધીઓ પણ ડરે છે. ત્યારે આ નાર્કો ટેસ્ટ છે શું અને કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે જાણવું જરૂરી છે. 

કોર્ટે આપી નાર્કો ટેસ્ટની મંજૂરી
અત્રે જણાવવાનું કે કોર્ટે શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ ટેસ્ટ કોર્ટની પરવાનગી વગર થઈ શકે નહીં. જો કોઈ પોલીસકર્મી આમ કરે તો તે ગુનો બને છે. નાર્કો ટેસ્ટ માટે કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે. અપરાધી ભલે ગમે તેટલો મોટો હોય પરંતુ તેનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટની મંજૂરી લેવી જ પડે છે. 

કોણ કરે છે નાર્કો ટેસ્ટ
અત્રે જણાવવાનું કે એક એક્સપર્ટ ટીમ જ નાર્કો ટેસ્ટ કરી શકે છે. આ ટીમમાં ડોક્ટર, ફોરેન્સિક એક્સપર્ટ, તપાસ અધિકારી, મનોવૈજ્ઞાનિક અને પોલીસકર્મી સામેલ હોય છે. નાર્કો ટેસ્ટ માટે પહેલા તો એક એક્સપર્ટ ટીમ બનાવવામાં આવે છે. 

નાર્કો ટેસ્ટ કેવી રીતે થાય છે?
નાર્કો ટેસ્ટમાં અપરાધીને ટ્રુથ ડ્રગ આપવામાં આવે છે. જેનાથી તે સાચું બોલવા લાગે છે. ટ્રુથ ડ્રગને ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. ટ્રુથ ડ્રગના કારણે વ્યક્તિ થોડી મિનિટથી લઈને લાંબા સમય માટે અર્ધબેભાન હાલતમાં જતો રહે છે. આ સમયગાળો તેને કેટલો ડોઝ આપવામાં આવ્યો છે તેના પર નિર્ભર હોય છે. આવી અર્ધબેભાન હાલતમાં તે બધુ સાચુ બોલતો જાય છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

વર્લ્ડ વોરમાં યાતના ઝેલી ચૂકેલા સૈનિકોએ જણાવ્યું હતું સત્ય
અત્રે જણાવવાનું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાંબા સમય સુધી યુદ્ધબંદી રહી ચૂકેલા સૈનિકો જ્યારે પાછા ફર્યા ત્યારે ખુબ હિંસક થઈ ગયા હતા. અનેક સૈનિકોએ તો આત્મહત્યા કરી નાખી. ત્યારબાદ આ ડ્રગ આપીને તેમની પાસેથી સત્ય જાણવામાં આવ્યું હતું કે કેદમાં હતાં ત્યારે તેમણે કેવી કેવી યાતનાઓ ઝેલી હતી. એકવાર સત્ય સામે આવ્યા બાદ આવા સૈનિકોની સારવાર કરવી સરળ બની ગઈ હતી. 

કોર્ટની મંજૂરી કેમ?
સાંભળવામાં સરળ લાગતી આ  ડ્રગ હકીકતમાં ખુબ ખતરનાક છે. જરા પણ ચૂક થઈ તો વ્યક્તિનો જીવ જઈ શકે છે. તે કોમામાં જઈ શકે છે કે જીવનભર અપંગ થઈ શકે છે. અમેરિકી જેલમાં પૂછપરછ દરમિયાન અનેક કેદીઓના મોત થયા હતા. ત્યારબાદ આ ડ્રગ પર સવાલ ઉઠવા લાગ્યા હતા. આખરે લગભગ દરેક દેશમાં નાર્કો ટેસ્ટ પર રોક લગાવવામાં આવી. કોઈ ખાસ કેસમાં જ કોર્ટ જો મંજૂરી આપે તો તે થઈ શકે છે. 

આપણા દેશમાં વર્ષ 2010માં સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોવાળી બેન્ચ જેમાં ચીફ જસ્ટિસ કેજી બાલકૃષ્ણન પણ સામેલ હતા તેમણે નાર્કો સહિત બ્રેન મેપિંગ અને પોલીગ્રાફને ગેરકાયદેસર ગણાવ્યા. બેન્ચનું કહેવું હતું કે કોઈ પણ એવી પ્રોસેસ જે કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિમાં કોઈ પણ પ્રકારે વિધ્ન નાખે તે કરવું યોગ્ય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news