તિહાડ જેલમાં ઈંગ્લિશ નોવેલ વાંચશે આફતાબ પૂનાવાલા, જેલ તંત્રએ આપ્યું આ પુસ્તક
તિહાડ ડેલમાં બંધ શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબે વાંચવા માટે પુસ્તકો માંગ્યા છે. આફતાબ દ્વારા માંગવામાં આવેલ આ પુસ્તક અમેરિકી નોવેલિસ્ટ પોલ થેરોક્સ દ્વારા લખવામાં આવેલ ટ્રૈવેલોગ છે, જે તેને આપવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ તિહાડ જેલમાં બંધ શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબે વાંચવા માટે પુસ્તકો માંગ્યા છે. આફતાબ દ્વારા માંગવામાં આવેલું પુસ્તક અમેરિકી નોવેલિસ્ટ પોલ થેરોક્સ દ્વારા લેથિત ટ્રૈવેલોગ 'ધ ગ્રેટ રેલવે બાજાર-બાઇ ટ્રેન થ્રૂ એશિયા' છે. તિહાલ જેલ તંત્રએ આફતાબની માંગ પૂરી કરતા આ પુસ્તક વાંચવા માટે ઉપલબ્ધ કરાવી દીધુ છે. ઉલ્લેખનીય છે કે આફતાબે જેલ તંત્ર પાસે વાંચવા માટે અંગ્રેજી નોવેલ્સ અને સાહિત્યિક પુસ્તકોની માંગ કરી હતી. નોંધનીય છે કે પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબને તિહાડ જેલમાં બંધ રાખવામાં આવ્યો છે.
ક્રાઇમ બેસ્ડ પુસ્તક નહીં
તિહાડ જેલના સૂત્રો પ્રમાણે આફતાબને જે પુસ્તક આપવામાં આવ્યું છે, તે ક્રાઇમ પર આધારિત નથી. ન આ પુસ્તકમાં એવી કોઈ સામગ્રી છે જેને વાંચીને તે ખુદને કે બીજાને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે. જેલ અધિકારીઓ પ્રમાણે અમે કેદીઓની દેખરેખ પ્રોટોકોલ પ્રમાણે કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું કે આફતાબે અંગ્રેજી નોવેલ અને અન્ય પુસ્તકો માંગ્યા હતા. તેણે કહ્યું હતું કે તે વાંચવા ઈચ્છે છે અને સાહિત્યની ગતિવિધિઓમાં સામેલ રહેવા ઈચ્છે છે. હાલ તેને જેલ લાઇબ્રેરીમાંથી ધ ગ્રેટ રેલવે બજાર પુસ્તક આપવામાં આવ્યું છે.
ચેસનો ખેલાડી
તેવા પણ સમાચાર આવ્યા હતા તે જેલમાં આફતાબ પૂનાવાલા ચેસની પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે. ઘણીવાર તે એકલો આ કરે છે અને ઘણીવાર પોતાના બે અન્ય સાથી કેદીઓની સાથે. તિહાડમાં આફતાબને જેલ નંબર4ના સેલ નંબર 15માં રાખવામાં આવ્યો છે. તેના સેલમાં બે અન્ય કેદી પણ છે, જેની સાથે તે ચેસ રમતો રહે છે. આ બંને કેદી ચોરીના કેસમાં બંધ છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે ઘણીવાર તે એકલો રમે છે અને બંને તરફી ચાલ ખુદ ચાલે છે. જાણવા મળ્યું કે તે ચેસનો સારો ખેલાડી છે. તેની ચેસની ચાલે તપાસકર્તાઓને પણ મુંજવણમાં મુકી દીધા છે કે તે ક્યાંક આ કેસમાં તો કોઈ ચાલ ચાલી રહ્યો નથીને.
પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટની કાર્યવાહી પૂર્ણ
જ્યાં સુધી કેસની વાત છે તો આફતાબનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. બંને ટેસ્ટ દરમિયાન તેણે શ્રદ્ધાની હત્યા કરવા અને તેના શરીરના ટૂકડા કરવાની વાત સ્વીકારી છે. આફતાબે પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધા વોલકરની હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કર્યાં હતા. આફતાબ પર આરોપ છે કે તેણે લાશના ટુકડા ફ્રીઝમાં રાખ્યા હતા અને બાદમાં દિલ્હી તથા ગુડગાંવના જંગલોમાં ઠેકાણે લગાવ્યા હતા. દિલ્હી પોલીસે કોર્ટમાં તે રિપોર્ટ પણ રજૂ કર્યો હતો કે આફતાબ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ખોટી જાણકારીઓ આપી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે