Shocking! ડોક્ટરે ઓનલાઈન મંગાવેલા આઈસ્ક્રીમમાંથી નીકળી કપાયેલી આંગળી, વિગતો જાણીને ધ્રુજી જશો
જો તમને પણ આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય તો આ સમાચાર ખાસ વાંચજો. ખુબ જ શોકિંગ ઘટના સામે આવી છે. મુંબઈથી આવેલા આ સમાચારે દેશને હચમચાવી દીધો છે. મુંબઈમાંએક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવ્યો. ખાતી વખતે ડોક્ટરના મોઢમાં કપાયેલી આંગળીનો ટુકડો આવી ગયો.
Trending Photos
જો તમને પણ આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય તો આ સમાચાર ખાસ વાંચજો. ખુબ જ શોકિંગ ઘટના સામે આવી છે. મુંબઈથી આવેલા આ સમાચારે દેશને હચમચાવી દીધો છે. મુંબઈમાંએક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવ્યો. ખાતી વખતે ડોક્ટરના મોઢમાં કપાયેલી આંગળીનો ટુકડો આવી ગયો. આઈસ્ક્રીમ ખાતી વખતે આ રીતે માણસની આંગળીનો ટુકડો આવી જતા ડોક્ટર આઘાતમાં સરી પડ્યો. તેણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે યુવકની ફરિયાદને આધારે આઈસ્ક્રીમ બનાવનારી કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો.
પોલીસે કરી કાર્યવાહી
મુંબઈમાં આ ચોંકાવનારો મામલો મલાડમાં જોવા મળ્યો છે. વ્યવસાયે ડોક્ટર આ વ્યક્તિએ ગરમીમાં રાહત મેળવવા માટે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. ડોક્ટરે જેવો આઈસ્ક્રીમ ખાવાનો શરૂ કર્યો કે તેમાંથી માણસની આંગળીનો ભાગ નીકળ્યો. ડોક્ટરે 1.5 સેન્ટીમીટર લાંબી આંગળીના ભાગને બરફમાં સુરક્ષિત મૂક્યા બાદ પોલીસને જાણ કરી. પોલીસે આંગળીના એ ભાગને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. મુંબઈ પોલીસના અધિકારી આનંદ ભોઈટેએ કહ્યું કે અમે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુરુવારે આઈપીસીની કલમ 272, 273, 336 હેઠળ એફઆઈઆર નોંધી છે. આ મામલાની તપાસ ચાલુ છે.
આઈસ્ક્રીમમાંથી નીકળી આંગળી
મલાડના ઓર્લેમના રહીશ બ્રેન્ડન ફેરાઓએ એક ઓનલાઈન એપ દ્વારા ત્રણ આઈસક્રીમનો ઓર્ડર કર્યો હતો. તેમાંથી એક યુમ્મો (Yummo)નો બટર સ્કોચ આઈસ્ક્રીમ હતો. આઈસ્ક્રીમ ખાતી વખતે ફેરારોને કઈક અજીબ મહેસૂસ થયું. જોયું તો ખબર પડી કે તે એક માણસની આંગળીનો ટુકડો છે. ડોક્ટર ઘટના બાદ ગંભીર આઘાતમાં સરી પડ્યો છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ તેણે ડોક્ટર હોવાના કારણે માણસના શરીરના ટુકડાને ઓળખી લીધો. પીડિત ડોક્ટરે કહ્યું કે મે એક ઓનલાઈન એપથી આઈસ્ક્રીના ત્રણ કોન મંગાવ્યા હતા. જેમાંથી એક કોન બટરસ્કોચ ફ્લેવરનો હતો. હું બિન્દાસ થઈને આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો ત્યારે અચાનક મારા મોઢામાં એક મોટો પીસ આવી ગયો. મને લાગ્યું કે કોઈ નટ આવી ગયો. જે સામાન્ય રીતે આઈસ્ક્રીમમાં નાખતા હોય છે પરંતુ ત્યારબાદ અજીબ મહેસૂસ થતા મે તે બહાર કાઢ્યો તો તે એક માંસનો ટુકડો લાગ્યો. ધ્યાનથી જોયું તો તેમાં નખનો ભાગ હતો અને ફિંગ પ્રિન્ટ દેખાઈ રહ્યા હતા. આ જોઈને હું ધ્રુજી ગયો.
અત્રે જણાવવાનું કે આઈસ્ક્રીમ કંપની તરફથી આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. 2012માં લોન્ચ કરાયેલી યુમ્મો આઈસ્ક્રીમની સહસ્થાપના વોકો ફૂડ કંપની દ્વારા થઈ હતી. કંપની પાસે ફ્રોઝન ડેઝર્ટ અને અન્ય ખાદ્ય પદાર્થોની અનેક બ્રાન્ડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે