VIDEO- ફેરવેલ પાર્ટીમાં પ્રેમનો એકરાર કર્યો! વિદ્યાર્થીનીએ ના પાડતાં શાળામાં ઘૂસીને ગોળી મારી
મધ્યપ્રદેશના ગુનામાં એક 22 વર્ષીય યુવકે ધોરણ 12ની વિદ્યાર્થીનીને ગોળી મારીને ઘાયલ કરી દીધી હતી અને પછી આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે 17 વર્ષની છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે આરોપીની ઓળખ રાહુલ કુશવાહ તરીકે થઈ છે.
Trending Photos
અત્યંત ચોંકાવનારા આ કેસની વિગતો એવી છે કે ગુનામાં એક 22 વર્ષીય યુવકે ધોરણ 12ની એક વિદ્યાર્થીનીને ગોળી મારીને ઘાયલ કરી હતી અને બાદમાં આરોપીનો મૃતદેહ રેલ્વે ટ્રેક પાસે મળી આવ્યો હતો. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ગુનામાં એક 22 વર્ષીય યુવકે ધોરણ 12ની વિદ્યાર્થીનીને ગોળી મારીને ઘાયલ કરી દીધી હતી અને પછી આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે 17 વર્ષની છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે આરોપીની ઓળખ રાહુલ કુશવાહ તરીકે થઈ છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કુશવાહાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ સ્થિતિ સ્પષ્ટ થશે.
मध्य प्रदेश के गुना जिले में स्कूल में घुसकर मनचले ने एक छात्रा पर गोली चला दी. युवक छात्रा से एकतरफा प्यार करता था. इस घटना का वीडियो सामने आया है. pic.twitter.com/Z8Y3oZZrjO
— Asheesh Kumar Mishra (@Asheesh17604450) February 13, 2023
પ્રાથમિક તપાસ મુજબ, કુશવાહ 4 વાગે નઝુલની જમીન પર બનેલી શાળામાં પહોંચ્યા જ્યાં વિદ્યાર્થીઓની વિદાય પાર્ટી (ફેરવેલ પાર્ટી) ચાલી રહી હતી. તેણે યુવતીને બહાર બોલાવીને વાત કરવાનું કહ્યું, પરંતુ જ્યારે યુવતીએ ના પાડી તો તેણે તેના પર દેશી પિસ્તોલથી ફાયરિંગ કર્યું. તેણે કહ્યું કે યુવક ટાર્ગેટ ચૂકી ગયો, પરંતુ ગોળી યુવતીના હાથમાં વાગી. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના કલાકો બાદ કુશવાહનો મૃતદેહ ગુના જિલ્લા મુખ્યાલયથી લગભગ આઠ કિલોમીટર દૂર મહુગઢ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પાસે મળી આવ્યો હતો.
પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
સીએસપી શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે રાત્રે લગભગ 9 વાગે વિદ્યાર્થીની પર ગોળીબાર કરનાર આરોપી રાહુલ કુશવાહ શહેરથી લગભગ 10 થી 11 કિમી દૂર મહુગઢમાં રેલવે ટ્રેક પાસે પડેલો જોવા મળ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. સીએસપી શ્વેતા ગુપ્તાએ કહ્યું કે પીએમ રિપોર્ટ પછી જ સ્પષ્ટ થશે કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે