શિવસેનાનો PM મોદીને પ્રશ્ન, 'કલમ 370 અને CAAના નિર્ણય રદ કરવા માટે કોણ દબાણ કરે છે?'
સામનામાં કહેવાયું છે કે સવાલ ફક્ત એટલો છે કે વડાપ્રધાન પર કલમ 370 અને સીએએના નિર્ણયને રદ કરવાનું દબાણ કોણ નાખી રહ્યું છે? વડાપ્રધાન અને ભાજપે એ સ્પષ્ટ કરવું જોઈએ, આ મુદ્દા પર ધૂળ ન ઉડાવો. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ દેશહિતમાં છે. તેના પર હોબાળો મચાવવાની જરૂર નથી.
Trending Photos
નવી દિલ્હી: શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ફરી એકવાર કેન્દ્ર સરકારને નાગરિકતા કાયદા, કાશ્મીર, કલમ 370, કાશ્મીરી પંડિતો અને પીએમ મોદીના વારાણસી પ્રવાસને લઈને આડે હાથ લીધી છે. સામનામાં કહેવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં સીએએ અને કાશ્મીરથી કલમ 370 હટાવવાનો જે અમારો નિર્ણય છે તે અમે રદ કરીશુ નહીં. એટલે સુધી કે દિલ્હી ચૂંટણી માટે પણ ભાજપના પ્રચારનો આ જ મુદ્દો હતો. પરંતુ તે ચાલ્યા નહીં. ઉલ્ટું એ થયું કે દિલ્હીમાં લોકોએ આ પ્રચારને નિષ્પ્રભાવ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પણ આ જ ભાષણ આપ્યું. વારાણસીમાં આ ભાષણ ચાલી શકે કારણ કે વારાણસીનો માહોલ અલગ છે.
સામનામાં આગળ કહેવાયું કે સવાલ ફક્ત એટલો છે કે વડાપ્રધાન પર કલમ 370 અને સીએએના નિર્ણયને રદ કરવાનું દબાણ કોણ નાખી રહ્યું છે? વડાપ્રધાન અને ભાજપે એ સ્પષ્ટ કરવું જોઈએ, આ મુદ્દા પર ધૂળ ન ઉડાવો. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ દેશહિતમાં છે. તેના પર હોબાળો મચાવવાની જરૂર નથી.
સામનામાં આગળ લખ્યું છે કે કેટલાક લોકો કહે છે કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને કાશ્મીરને ફરીથી ભારત જોડે જોડી દેવાયું છે. પરંતુ આમ કહેવું ખોટું છે. આપણા વીર સૈનિકોના શૌર્યના કારણે, આ ભૂભાગ હંમેશા હિન્દુસ્તાનનો હતો અને હંમેશા રહેશે. કાશ્મીરી પંડિતોને લઈને સામનામાં કહેવાયું છે કે કલમ 370 હટાવ્યા બાદ પણ કાશ્મીરી પંડિતોનું અત્યાર સુધી શું થયું? કેટલા કાશ્મીરી પંડિતોની અત્યાર સુધીમાં ઘર વાપસી થઈ?
આ VIDEO પણ જૂઓ...
સામનામાં કહેવાયું છે કે વડાપ્રધાન પાસે જ્યારે આ સવાલોના જવાબ માંગવામાં આવે છે તો તેઓ કહે છે કે અમે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય પાછો નહીં લઈએ. અમે કહીએ છીએ કે નિર્ણય પાછો ન લો પરંતુ ઓછામાં ઓછું શબ્દોની રમતમાં ગૂંચવાડો તો ઊભો ન કરો. હાલ વડાપ્રધાનને પોતાના વચનોને પૂરા કરવા અંગે કોઈ દબાણ કરી રહ્યું છે તો અમને જણાવે.
સંપાદકીયમાં લખ્યું છે કે હવે વાત નાગરિકતા કાયદાની કરીએ તો તેને લઈને નાગરિકોના મનમાં જે શંકા છે તે પણ દૂર કરી દેવામાં આવે તો આ મામલો ઠંડો પડી જશે. ગેરકાયદે ઘૂસણખોરો પર નિશાન સાધતા સામનામાં લખાયું છે કે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાની ઘૂસણખોરોને લાત મારીને દેશમાંથી બહાર કાઢવા જોઈએ. તેના પર દેશ એકમત છે અને આવો નિર્ણય લેવો એ સરકારનું કર્તવ્ય છે. અમારું બસ એટલું જ કહેવું છે કે સરકાર કામ કરે અને બોલવાનું બંધ કરે. દિલ્હીમાં આ બધુ કામ આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે