કોંગ્રેસ 'પાર્ટીની હાલત વાદળ ફાટવા જેવી', શિવસેનાએ કહ્યું- 'સુનીલ જાખડ' અને 'હાર્દિક પટેલે' કેમ છોડી પાર્ટી?
Shivsena in Saamna Editorial: શિવસેનાના 'સામના' માં પોતાના તંત્રીલેખમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીની હાલત વાદળ ફાટવા જેવી થઈ ગઈ છે. પૈબંધ પણ ક્યાં લગાવવો? પંજાબમાં કોંગ્રેસના નેતા સુનીલ જાખડ અને ગુજરાતમાંથી હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.
Trending Photos
Shivsena on Congress: કોંગ્રેસની હાલ ચારેબાજુથી સ્થિતિ ખૂબ જ કપરી છે, એક બાજુ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ હારશે, હવે આજ દિશામાં શિવસેનાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે અને જણાવ્યું છે કે પાર્ટી હાલત વાદળ ફાટવા જેવી થઈ ગઈ છે. કેન્દ્ર અને અનેક રાજ્યોમાં ડૂબતી નૈયાના કારણે કોંગ્રેસને તેમની જ સહયોગી પાર્ટી તરફથી નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. શિવસેનાએ 21 મે 2022ના રોજ પોતાના મુખપત્ર સામના માં રાહુલ ગાંધીની પાર્ટી પર નિશાન સાંઘતા સખત શબ્દોમાં પાર્ટી વિશે નિવેદન આપ્યું છે. અખબારમાં સુનીલ જાખડ અને હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવા પર ટિપ્પણી કરી છે અને સાથે શિવસેનાએ પોતાની સહયોગી પાર્ટીને આ બન્ને દિગ્ગજ નેતાઓના રાજીનામા બાદ ચિંતન કરવાની સલાહ આપી છે.
'કોંગ્રેસની હાલત વાદળ ફાટવા જેવી'
શિવસેનાના 'સામના' માં પોતાના તંત્રીલેખમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીની હાલત વાદળ ફાટવા જેવી થઈ ગઈ છે. પૈબંધ પણ ક્યાં લગાવવો? પંજાબમાં કોંગ્રેસના નેતા સુનીલ જાખડ અને ગુજરાતમાંથી હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિવિર પુરી થઈ ગઈ છે. આ ચિંતન શિવિર પુરી થતાં જ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો ચાલું થયો. છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસ માટે 'સ્ટેમ્પીડ'નો મુદ્દો નવો રહ્યો નથી, પરંતુ સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી દરેકે કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે 'અવાજ' ઉઠાવી રહ્યા છે. તે સમયે પાર્ટીમાં રિસામણા શરૂ થવા એ ચિંતાજનક છે.
'જાખડ' અને 'હાર્દિકે' કેમ છોડી કોંગ્રેસ?
શિવસેનાએ પોતાના તંત્રીલેખમાં કોંગ્રેસ પર સવાલ ઉભા કરતા લખ્યું છે કે, પંજાબના સુનીલ જાખડ અને ગુજરાતમાં હાર્દિક પટેલ પાર્ટીમાંથી કેમ નીકળ્યા? તેના પર ચિંતન કરવાનો સમય આવી ગયો છે. બલરામ જાખડ કોંગ્રેસ પાર્ટીના એક સમયના દિગ્ગજ નેતા, ગાંધી પરિવારના વફાદાર રહ્યા છે. બલરામ લોકસભાના અધ્યક્ષ પણ બન્યા છે. સુનીલ જાખડ એજ બલરામ જાખડના પુત્ર છે. પંજાબ કોંગ્રેસનું તેમણે ઘણા વર્ષો સુધી નેતૃત્વ કર્યું, પરંતુ નવજોત સિંહ સિદ્ધૂને વ્યર્થ મહત્વ મળવાના કારણે જાખડ હાંશિયામાં ફેંકાઈ ગયા. જેણા કારણે આજે જાખડે આખરે બીજેપીમાં જવાનો રસ્તો પકડ્યો છે.
જાખડે કોંગ્રેસ પર લગાવ્યા હતા આરોપ
શિવસેનાએ વધુમાં જણાવ્યું કે, સુનીલ જાખડે પાર્ટી છોડતી વખતે કોંગ્રેસ નેતૃત્વને સવાલ પુછ્યો, હું પંજાબ અને દેશહિતમાં જ બોલી રહ્યો હતો, પરંતુ તેના પર કોંગ્રેસે મને નોટિસ આપીને શું હાંસલ કર્યું? આ તેમનો મુખ્ય સવાલ છે. કોંગ્રેસે મારી રાષ્ટ્રવાદી અવાજને દબાવવાની કોશિશ કરી, આવા આરોપ જાખડે લગાવ્યા હતા.
અગાઉ પણ ઘણા નેતા છોડી ચૂક્યા છે કોંગ્રેસ
સામનામાં શિવસેનાએ બાકી નેતાઓએ કોંગ્રેસ છોડવા ઉપર ટિપ્પણી કરી, તેમણે લખ્યું, માધવરાવ સિંધિયા, જિતિન પ્રસાદ અને બલરામ જાખડ એમ ત્રણેય દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને ભરપૂર આપ્યું. તેમના બાળકોનું કલ્યાણ કરવામાં પણ કોંગ્રેસે ક્યારેય હાથ પાછળ ખેંચ્યા નથી. જ્યોતિરાદિત્ય, જિતિન પ્રસાદ અને સુનીલ જાખડ આ ત્રણેય રાજનૈતિક મહત્વકાંક્ષા તેમના પિતાથી મોટી નીકળી. તેની તુલનામાં કોંગ્રેસ પાર્ટી નાની સાબિત થઈ કારણ કે આ ત્રણેય દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો ત્યાગ કર્યો. સંકટના સમયે ત્રણેય દિગ્ગજ નેતાઓની જરૂરિયાત હોવા છતાં કોંગ્રેસે તેમણે છોડી દીધા. જેના કારણે હવે નેતૃત્વની જ અસફળતા કહેવી યોગ્ય હશે. યુવકોને હવે કોંગ્રેસ પાર્ટીમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી જેણા કારણે હવે શું થશે?
મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી છે શિવસેના અને કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, શિવસેના અને કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર સરકારમાં એક બીજાની સહયોગી છે. આ બન્ને સિવાય એનસીપી પણ મહારાષ્ટ્રમાં ભાગેદારીની સરકાર ચલાવી રહી છે. ત્રણેય પાર્ટીઓ આ રાજ્યમાં એક જ ગઠબંધનનો ભાગ છે જેનું નામ છે મહારાષ્ટ્ર વિકાર આઘાડી. સહયોગી હોવા છતાં શિવસેનાએ કોંગ્રેસ પર નિશાન સાંધ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે