નોટબંધીને લઇને શિવસેનાએ કર્યો PM મોદી પર પ્રહાર કહ્યું-‘જનતા સજા આપવા તૈયાર’

બીજેપી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સહયોગી શિવસેનાએ દાવો કર્યો કે, નોટબંધી અસરફળ રહી કારણકે તેનાથી કોઇ પણ લક્ષ્ય પૂર્ણ થયો નથી. 

નોટબંધીને લઇને શિવસેનાએ કર્યો PM મોદી પર પ્રહાર કહ્યું-‘જનતા સજા આપવા તૈયાર’

મુંબઇ: નોટબંધી (Demonetisation)ના બે વર્ષ પૂર્ણ થતા વિપક્ષી પાર્ટિઓ સિવાય સરકારની સહયોગી શિવસેનાએ પણ સખત શબ્દોમાં આ નિર્ણયની નિંદા કરી છે. શિવસેનાએ કહ્યું કે જનતા પ્રધાનંત્રી દ્વારા કરવામાં આવેલી નોટબંધીના નિર્ણય માટે સજા આપવાની રાહજોઇ રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બર 2016ના દિવસે 1000 અને 500ની નોટને તાત્કાલીક ધોરણે ચલણમાંથી બહાર કરી દીધી હતી. બીજેપી સાથે કેન્દ્ર અને રાજ્યમાં સહયોગી શિવસેનાએ દાવો કર્યો કે નોટબંધી અસરફળ રહી છે કારણે કે, તેનાથી કોઇ પણ પ્રકારનો ફાયદો થયો નથી. 

શિવસેનાના પ્રવક્તા મનીષ કાયંદેએ કહ્યું કે, કેન્દ્રીય નાણાં મંત્રી કહે છે, વધારે લોકોને ટેક્સની અંદર સમાવી લેવામાં આવ્યા છે. પરંતુ લાખો લોકોની આ કારણે નોકરીઓ ચાલી ગઇ હતી. અને તે આ વિષય પર વિચારણા કરવામાં અસફળ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે એવું કહેવામાં આનવ્યું હતું, કે આતંકવાદની સમાપ્તી થશે અને નકલી નોટોની સમસ્યા દૂર થઇ જશે. પરંતુ એવું કંઇ જ થયું નથી. 

શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે, બે વર્ષ બાદ સ્થિતિ એટલી ખરાબ છે, કે લોકો પ્રધાનમંત્રીને સજા આપવાની રાહ જોઇ રહી છે. કાયંદે દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે નાણાંમંત્રી અને આરબીઆઇના ગવર્નરની વચ્ચે થયેલા અણબનાવને કારણે દેશની આર્થિક સ્થિતિને સીધી અસર થઇ રહી છે. તથા વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે ચિંતીત છે. 

રાહુલ ગાંધીએ કહ્યું 15 લાખ લોકો થયા બેરોજગાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીના કારણે ભારતમાંથી 15 લાખ લોકોએ નોકરી છોડી દેવામાં આવી અને આર્થવ્યવસ્થા તથા જીડીપીમાં સીધો એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેંસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કરતા કહ્યું કે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય જાતે જ ઉત્પન્ન કરેલા ટ્રેજેડી અને આત્મઘાતી હુમલા જેવા હતા. જેથી પ્રધાનમંત્રીએ સૂટ-બૂટ વાળા મિત્રોને બ્લેક મની સફેદ કરવાનું કામ કરી લીધુ છે. 

દિલ્હીના સીએમ કેજરીવાલે પણ કરી નોટબંધીની નિંદા 
નોટબંધી પર અનેક સવાલો ઉઠાવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ક્હ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં નોટબંધીના કારણે મોટો માર પડ્યો છે. પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે થોડા માણસોને ફાયદો કરવા માટે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી સામન્ય માણસોને મોટું નુકશાન થયું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news