પંજાબ ચૂંટણી પહેલા શિરોમણી અકાલી દળને આંચકો, મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જોડાયા
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા શિરોમણી અકાલી દળને મોટો ઝટકો લાગ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa) ભાજપમાં જોડાઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા શિરોમણી અકાલી દળને મોટો ઝટકો લાગ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિની જવાબદારીઓમાંથી મુક્ત થઈ મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa) ભાજપમાં જોડાયા છે. સિરસાના ભાજપમાં જોડાવાના સમયે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત હાજર હતા.
પંજાબની ચૂંટણી પર પડશે અસર?
ભાજપમાં જોડાતા પહેલા મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa) પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ને મળ્યા હતા. સિરસા દિલ્હીથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને લાંબા સમયથી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) માં વિવિધ હોદ્દા પર સેવા આપી છે. શેખાવતે આ પ્રસંગે કહ્યું કે સિરસામાં ભાજપમાં જોડાવાથી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને ઘણો ફાયદો થશે. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
DSGMC પ્રમુખ પદ પરથી રાજીનામું
ભાજપમાં જોડાતા પહેલા મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa) એ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સિરસાએ કહ્યું, 'વ્યક્તિગત કારણોસર હું દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું. દેશ અને દુનિયાના શીખોએ ઘણું સન્માન આપ્યું છે. આગામી ચૂંટણીથી પણ હું મારી જાતને દૂર રાખીશ. હું મારા સભ્યો, શુભેચ્છકોનો આભાર માનું છું, જેમણે અત્યાર સુધી સાથ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે