કાકા શરદ પવારને EVM પર શંકા, ભત્રીજા અજિત પવાર સંપુર્ણ વિશ્વાસ

પહેલી વાર નથી જ્યારે શરદ પવારે ઇવીએ પર સવાલ ઉઠાવ્યા હોય, જો કે અજીત પવાર પહેલાથી ઇવીએમ પર વિશ્વાસ હોવાની વાત કરતા આવ્યા છે

કાકા શરદ પવારને EVM પર શંકા, ભત્રીજા અજિત પવાર સંપુર્ણ વિશ્વાસ

મુંબઇ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા) પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર અલગ અલગ મંતવ્ય છે. શરદ પવારને લાગે છેકે વોટિંગ મશીન સાથે ચેડા કરવામાં આવી શકે છે, પરંતુ અજિત પવારનું કહેવું છે કે ઇવીએમ મશીનમાં જો ચેડા કરવામાં આવી શકેમ તેમ હોત તો ભાજપ પાંચ રાજ્યોમાં ચૂંટણી ન હાર્યા હોત.

ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને શરદ પવારે અનેક વિરોધી દળો મુદ્દે મુંબઇમાં જ પ્રેસ કોન્ફરન્સ કર્યું જેમાં પવાર, ચંદ્રબાબુ નાયડુ સહિત અન્ય દળાં નેતાઓએ ઇવીએમ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. બુધારે શરદ પવારનાં ભત્રીજા અજીત પવારે પોતાનાં કાકાનાં નિવેદનની વિપરિત નિવેદન આપ્યું છે. 

Exit Poll બાદ અનેક નેતાઓનાં ચોંકાવનારા નિવેદન, જાણો કોણે શું કહ્યું ?
અજિત પવારે કહ્યું કે, અનેક લોકો ઇવીએમ પર શંકા છે. તેમને લાગે છે કે તેની સાથે ચેડા કરવામાં આવી શકે છે, જે લોકશાહી માટે હાનિકારક છે. મને એવું નથી લાગતું પરંતુ આ લોકો એવું કહી રહ્યા છે. જો એવું હોય તો તેઓ (ભાજપ) 5 રાજ્યોમાં ચૂંટણી નથી હારતા. આ પહેલી વાર નથી થયું કે જ્યારે તેમણે ઇવીએમનો બચાવ કર્યો છે. ગત વર્ષે 30 ઓક્ટોબરે નાગપુરમાં મીડિયા કર્મચારીઓ સાથેવાત કરતા અજીત પવારે કહ્યું હતું કે, તેમને વ્યક્તિગત રીતે આ મશીનો પર સંપુર્ણ વિશ્વાસ છે. 

ગત વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિજોરમમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી. ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી દીધી હતી અને અન્ય બે રાજ્યોમાં પણ પોતાની છાપ છોડવામાં અસફળ રહ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news