શરદ પવારના કારણે શિવસેનાનો મોં સુધી આવેલો કોળિયો ઝુંટવાયો, દિવસો પહેલાં આપ્યો હતો ઇશારો
ભાજપ (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Phadanvis) મહારાષ્ટ્ર (maharastra)માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. આ પલટાયેલી બાજીમાં શરદ પવાર (Sharad Pawar) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)નો મોટો રોલ છે.
Trending Photos
મુંબઈ : ભાજપ (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Phadanvis) મહારાષ્ટ્ર (maharastra)માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. આ પલટાયેલી બાજીમાં શરદ પવાર (Sharad Pawar) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)નો મોટો રોલ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના સરકાર બનાવવાની કવાયતમાં લાગેલા છે. તેમની વચ્ચે બેઠકોનો દોર પણ થયો હતો જેમાં સરકાર બનાવવા માટેની બ્લુ પ્રિન્ટની ચર્ચા પણ કરવામાં આવી હતી. જોકે રાતોરાત બાજી પલટાઈ ગઈ અને એનસીપીએ ભાજપને ટેકો આપતા શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. (શપથ લીધા પછી ફડણવીસે જણાવ્યું, શું કામ બની રાતોરાત બની સરકાર) રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં શિવસેનાના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો ઝુંટવાઈ ગયો છે.
Sources: NCP Chief Sharad Pawar was part of discussions for Devendra Fadnavis led Maharashtra Govt formation, he had given his assent to Ajit Pawar pic.twitter.com/1MHKfTgGHR
— ANI (@ANI) November 23, 2019
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કવાયત હેઠળ ગઈ કાલે ત્રણ પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મુંબઈના નેહરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ મહાબેઠક બાદ એસીપી ચીફ શરદ પવારે ચોક્કસપણે એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા પર સહમત છે. તેમણે કહ્યું કે શનિવારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય પાર્ટીઓ ઔપચારિક જાહેરાત કરશે જો કે થોડીવાર બાદ જ્યારે બેઠકમાંથી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ બહાર નીકળવા લાગ્યા તો માહોલ ધીરે ધીરે બદલાવા લાગ્યો અને આજે એનું પરિણામ જોવા મળ્યું છે.
જોકે શરદ પવારના બદલાયેલા વલણનો છેલ્લા કેટલાક દિવસથી અંદાજ આવી રહ્યો હતો. ગણતરીના દિવસો પહેલાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપી બધાને ચોંકાવી દીધા. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે. સંસદમાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે "ભાજપ-શિવસેના સાથે ચૂંટણી લડ્યાં, અમે અને કોંગ્રેસ સાથે મળીને લડ્યાં. તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે અને અમે અમારી રાજનીતિ કરીશું."
LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે