UP: બાહુબલી નેતા મુખ્તાર અન્સારીના પુત્રના ઘરેથી મળી આવ્યાં ઢગલો ઘાતક વિદેશી હથિયારો

સતત પાંચવાર ઉત્તર પ્રદેશથી ધારાસભ્ય ચૂંટાઈ આવનારા બાહુબલી નેતા મુખ્તાર અન્સારી હાલ પંજાબની રોપડ જેલમાં છે. પણ આ બાજુ બાહુબલી નેતાનો પુત્ર પણ પિતાના રસ્તે નીકળી પડેલો જોવા મળ્યો છે. મુખ્તારના પુત્ર અબ્બાસ અન્સારીના દિલ્હી વસંત કૂંજ ખાતેના ઘરે દરોડો પાડવામાં આવ્યો તો પોલીસની આંખો જ પહોળી થઈ ગઈ. 
UP: બાહુબલી નેતા મુખ્તાર અન્સારીના પુત્રના ઘરેથી મળી આવ્યાં ઢગલો ઘાતક વિદેશી હથિયારો

નવી દિલ્હી: સતત પાંચવાર ઉત્તર પ્રદેશથી ધારાસભ્ય ચૂંટાઈ આવનારા બાહુબલી નેતા મુખ્તાર અન્સારી હાલ પંજાબની રોપડ જેલમાં છે. પણ આ બાજુ બાહુબલી નેતાનો પુત્ર પણ પિતાના રસ્તે નીકળી પડેલો જોવા મળ્યો છે. મુખ્તારના પુત્ર અબ્બાસ અન્સારીના દિલ્હી વસંત કૂંજ ખાતેના ઘરે દરોડો પાડવામાં આવ્યો તો પોલીસની આંખો જ પહોળી થઈ ગઈ. 

અનેક વિદેશી હથિયારોનો દલ્લો જોવા મળ્યો
અબ્બાસ અન્સારીના ઘરમાં દરોડો પાડ્યો તો લખનઉ પોલીસને છ ઘાતક હથિયારોમાં અને 4431 કારતૂસો સહિત ભારે પ્રમાણમાં ખતરનાક હથિયારો મળી આવ્યાં છે. અબ્બાસ પાસેથી મળેલા ઘાતક હથિયારોમાં ઈટલીથી આયાત કરાયેલી 12 બોરની ડબલ બેરલ, અને સિંગલ બેરલ બેરેટા ગનની સાથે ઓસ્ટ્રિયાની ગ્લોક-25 પિસ્તોલના બેરલ અને સ્લાઈડ સહિતના હથિયારો મળ્યાં છે. લખનઉની ઈન્ડિયન આર્મ્સ કોર્પથી ખરીદાઈ છે. 300 બોરની મેગ્નમ રાઈફલ, દિલ્હીના રાજધાની ટ્રેડર્સથી ખરીદાઈ છે. 12 બોરની ડબલ બેરેટા ગન અને મેરઠના શક્તિ શસ્ત્રાગારમાંથી યુએસએની 357 બોરની રયૂગર જીપી 100 રિવોલ્વર પણ તેની પાસેથી મળી આવી છે. 

સ્લોવેનિયાથી લાવવામાં આવેલી એક રાઈફલ જેમાં 223, 357, 300, 30, 30-60, 308 અને 458 બોરની સાત સ્પેયર બેરલ છે. ઓસ્ટ્રિયાની 380 ઓટો બોરની ગ્લોક 25 પિસ્તોલની એક સ્લાઈડ બેરલ, ઓસ્ટ્રિયાની જ 40 બોરની ગ્લોક 23, જેન-4ની એક સ્લાઈડ બેરલ, 22 બોરની એક અન્ય વિદેશી પિસ્તોલની સ્લાઈડ બેરલ, ઓસ્ટ્રિયાની 380 બોરની એક મેગેઝીન, ઓસ્ટ્રિયાની 40 બોરની એક મેગેઝીન અને ઓસ્ટ્રિયાનું જ એક લોડર પણ પોલીસે જપ્ત કર્યા છે. 

પ્રશાસનને અંધારામાં રાખીને ભેગા કરાયા હથિયારો
યુપી એસટીએફને અબ્બાસ અંસારીના કરતૂતોની જાણકારી આ વર્ષે ઓગસ્ટમાં મળી. અબ્બાસ અંસારીએ વર્ષ 2002માં જિલ્લા અધિકારી લખનઉ તરફથી ડબલ  બેરલ બંદૂકનું લાઈસન્સ નંબર 1628 લખનઉના નિશતગંજ પેપરમિલ કોલોનીના એડ્રેસથી મેળવ્યું હતું. ત્યારબાદ અબ્બાસે જિલ્લા પ્રશાસનની મંજૂરી અને વેરિફિકેશન વગર જ આ લાઈસન્સને નવી દિલ્હી વસંતકૂંજ સ્થિત કિશન ગંજના એડ્રસ પર ટ્રાન્સફર કરાવ્યું. ત્યારબાદ અબ્બાસ અંસારીએ દિલ્હીમાં લાઈસન્સ નંબર એસડીબીએસ/2/2015/1ની યુઆઈડી (10675002 1283342015) પર ચાર વધુ હથિયારો ખરીદ્યાં. તેની સૂચના પણ લખનઉ પોલીસને અપાઈ નહતી. બે અલગ અલગ પ્રદેશોમાં લાઈસન્સ અને યુઆઈડી દ્વારા હથિયારો ખરીદવાના મામલે પોલીસે ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. અબ્બાસ અંસારી શોટ ગનમાં રાષ્ટ્રીય સ્તરના નિશાનેબાજ છે. તેણે પોતાની આ છબીનો ઉપયોગ હથિયારો ભેગા કરવા માટે કર્યો. 

જુઓ LIVE TV

મુખ્તારના પરિવાર પાસે અનેક હથિયાર લાઈસન્સ
તપાસમાં જાણવા મળ્યું છે કે બાહુબલી નેતા મુખ્તાર અંસારી અને તેમના નીકટના સંબંધીઓના નામે નવ હથિયાર લાઈસન્સ ઈશ્યુ થયા છે. તેમાંથી 3 લાઈસન્સ મુખ્તાર અંસારી અને 3 તેમના પુત્ર અબ્બાસ અંસારીના નામે છે. આ લાઈસન્સોના આધારે અબ્બાસે અલગ અલગ રાજ્યોમાં હથિયારો ખરીદ્યાં. આરોપ છે કે મુખ્તારના પુત્રએ એક જ લાઈસન્સ અને યુઆઈડી પર અલગ અલગ શહેરમાં હથિયારો ખરીદ્યાં. 

આ આધાર પર અબ્બાસે ખરીદ્યા હથિયારો
અબ્બાસ અંસારીએ પોતાની જાતને રાષ્ટ્રીય સતરના શૂટર તરીકે ગણાવી છે. આ અંગેના દસ્તાવેજો પણ પોલીસને સોંપ્યા છે. જેની તપાસ ચાલી રહી છે. નિયમ મુજબ રાષ્ટ્રીય સ્તરના શૂટરોને સરકાર એક જ લાઈસન્સ પર અનેક હથિયારો ખરીદવાની છૂટ આપે છે. આવા લોકોને ઓછી કિમતે રાઈફલો ઉપલબ્ધ કરાવવાનાં  આવે છે. આ જ આધાર પર અબ્બાસે હથિયારો ખરીદ્યાં. પરંતુ આ અંગેની જાણકારી પ્રશાસનને અપાઈ નહીં. આથી પોલીસે આ મામલે ફ્રોડ, તથ્ય છૂપાવવા અને શસ્ત્ર અધિનિયમના ભંગનો મામલો દાખલ કર્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news