Corona: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું કોરોનાના કારણે નિધન, સીતારામ યેચુરીના પુત્રનું પણ મોત
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ ચાલી રહ્યો છે અને નવા કેસની સાથે મૃતકોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. હવે દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી અશોકુમાર વાલિયાનું નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
Senior Congress leader and former Delhi minister Dr AK Walia passes away due to #COVID19, at Apollo Hospital in Delhi.
(File photo) pic.twitter.com/DJVzD2Vwqh
— ANI (@ANI) April 22, 2021
એકે વાલિયાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ ત્રણ દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે ડોક્ટર અશોકકુમાર વાલિયા સતત ચારવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે શિલા દિક્ષિતની સરકારમાં રાજ્યમંત્રી તરીકે કામ કર્યું હતું અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ભૂમિ અને ભવન વિભાગની જવાબદારી સંભાળી હતી.
It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him - doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us.
— Sitaram Yechury (@SitaramYechury) April 22, 2021
સીતારામ યેચુરીના પુત્રનું પણ કોરોનાથી નિધન
ગુરુગ્રામની એક હોસ્પિટલમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના નેતા સીતારામ યેચુરીના પુત્ર આશીષનું પણ કોરોના વાયરસના કારણે નિધન નયું છે. આ વાતની જાણકારી સીતારામ યેચુરીએ પોતે ટ્વિટ કરીને આપી. તેમણે લખ્યું કે મેં મારા મોટા પુત્ર આશીષ યેયુરીને આજે સવારે કોવિડના કારણે ગુમાવ્યો. જેમણે અમને આશા આપી હતી અને સારવાર કરી હતે તમામનો આભાર માનવા ઈચ્છું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે