જ્યારે PM મોદીને જોઇ સોનિયા ગાંધીએ જોડ્યા હાથ, કંઇક આવો હતો નજારો

આ તસવીરને લોકસભા સ્પીકરે શેર કરતાં લખ્યું 'લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત થયા બાદ તમામ પક્ષોના નેતાઓને આગ્રાહ કર્યો કે સદનની ગરીમાને વધારવા અને ચર્ચા સંવાદના સ્તરને વધુ ઉંચે ઉઠાવવા માટે સામૂહિક પ્રયત્નોની જરૂર છે. આશા છે કે તમામ પક્ષ તેમાં સક્રિય ભાગ આપે. 

જ્યારે PM મોદીને જોઇ સોનિયા ગાંધીએ જોડ્યા હાથ, કંઇક આવો હતો નજારો

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ગુરૂવારે સમાપ્ત થઇ ગયું. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી. પીએમ મોદીની વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા. 

વિપક્ષી નેતાઓએને મળ્યા પીએમ મોદી
જે નેતાઓ સાથે પીએમએ મુલાકાત કરી તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત સપા સંસ્થાપક મુલાયમ સિંહ, ટીઆર બાલૂ, ફારૂક અબ્દુલા, અધીર રંજન ચૌધરી વગેરે સામેલ રહ્યા. તમને જણાવી દઇએ કે સંસદ બજેટ સત્ર માટે લોકસભાની કાર્યવાહી ગુરૂવારે અનિશ્વિતકાળ માટે સ્થગિત કરવામાં આવે. 

આ તસવીરને લોકસભા સ્પીકરે શેર કરતાં લખ્યું 'લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત થયા બાદ તમામ પક્ષોના નેતાઓને આગ્રાહ કર્યો કે સદનની ગરીમાને વધારવા અને ચર્ચા સંવાદના સ્તરને વધુ ઉંચે ઉઠાવવા માટે સામૂહિક પ્રયત્નોની જરૂર છે. આશા છે કે તમામ પક્ષ તેમાં સક્રિય ભાગ આપે. 

— Lok Sabha Speaker (@loksabhaspeaker) April 7, 2022

સદનની પ્રોડક્ટિવિટી 129 ટકા રહી-લોકસભા સ્પીકર
સદનનું આ બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલવાનું છે. પરંતુ ગુરૂવારે સભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. આ સત્રમાં 27 બેઠકો થઇ અને સદનની કાર્ય ઉત્પાદકતા 129 ટકા રહી. આ પહેલાં ગુરૂવારે સવારે સદનની કાર્યવાહી પ્રારંભ થતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે સત્ર દરમિયાન સદનની બેઠકો લગભગ 177 કલાક 50 મિનિટ સુધી ચાલી અને આ દરમિયાન 182 તારાંકિત પ્રશ્નોના જવાબ આપ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news