Rain Alert: રાજ્યમાં શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જોવા મળશે મેઘતાંડવ, ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની આગાહી
Rain alert: હવામાન વિભાગે દેશના 25 રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાંથી કેટલાક રાજ્યો એવા છે જ્યાં મેઘ તાંડવ જોવા મળી શકે છે. હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ ગુજરાત માટે પણ જાહેર કર્યું છે. ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે જેના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Trending Photos
Rain alert: હવામાન વિભાગે દેશના 25 રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાંથી કેટલાક રાજ્યો એવા છે જ્યાં મેઘ તાંડવ જોવા મળી શકે છે. દેશના આ રાજ્યોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. જ્યારે કેટલાક રાજ્યો એવા છે જે મધ્યમથી હળવો વરસાદ નોંધાશે. હવામાન વિભાગે જે રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તેમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ગોવા, ઝારખંડ, સિક્કિમ, અસમ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 જુલાઈથી દક્ષિણ ભારતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં આગામી 4 દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને બે થી ત્રણ જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ ગુજરાત માટે પણ જાહેર કર્યું છે. ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે જેના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, અસમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. જેમાં ચાર દિવસ સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે