Corona Vaccine: SECની બેઠકમાં SII અને Bharat Biotechના ડેટા પર ચર્ચા, Pfizerએ માંગ્યો વધુ સમય

Coronavirus Vaccine: બ્રિટને Covishield Vaccineને આપી મંજૂરી ભારતમાં પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)માં બનેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી  (Oxford University) અને એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)ની કોરોના વાયરસ વેક્સિન કોવિશીલ્ડને બ્રિટનમાં મંજૂરી મળી ગઈ છે. તેથી હવે ભારતમાં તેને મંજૂરી મળવાની આશા વધારે છે. 

  Corona Vaccine: SECની બેઠકમાં SII અને Bharat Biotechના ડેટા પર ચર્ચા, Pfizerએ માંગ્યો વધુ સમય

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સિન  (Coronavirus Vaccine) સાથે જોડાયેલ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની આજે બેઠક યોજાઈ હતી. જેમાં ફાઇઝર (Pfizer), સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  (SII) અને ભારત બાયોટેક  (Bharat Biotech)ની કોરોના વેક્સિન (Corona Vaccine)ના ઇમરજન્સી ઉપયોગને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 

આજની બેઠકમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેક પાસેથી મળેલા વધારાના ડેટા પર ચર્ચા-વિચારણા કરી હતી. કંપનીએ જે વધારાનો ડેટા સોંપ્યો છે, તેના પર સમીક્ષા કરવામાં આવી રહી છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આગામી બેઠક 1 જાન્યુઆરીએ યોજાશે. 

નવા વર્ષમાં મળશે વેક્સિનની ભેટ
સૂત્રો પ્રમાણે ભારતમાં જલદી 'કોવિશીલ્ડ' વેક્સિન (Covishield)ને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. તેનો મતલબ તે થયો કે નવા વર્ષે ભારતના લોકોને ભેટમાં કોરોના વાયરસ વેક્સિન મળી શકે છે. 

બ્રિટને Covishield Vaccineને આપી મંજૂરી
ભારતમાં પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  (Serum Institute of India)માં બનેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી  (Oxford University) અને એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)ની કોરોના વાયરસ વેક્સિન કોવિશીલ્ડને બ્રિટનમાં મંજૂરી મળી ગઈ છે. તેથી હવે ભારતમાં તેને મંજૂરી મળવાની આશા વધારે છે. 

ભારતમાં બની  Covishield Vaccine
મહત્વનું છે કે ભારતમાં વેક્સિનના આપાત ઉપયોગને જોતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની સાથે મળીને કોવિશીલ્ડ બનાવી છે. 

સીરમ દ્વારા આ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ડીજીસીઆઈ (Drugs Controller General of India)ને અરજી મોકલવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news