હવે વિદ્યાર્થીઓએ ઘઉંની બોરી જેવી બેગ ઉપાડીને નહીં જવું પડે સ્કૂલે! લેવાયો મોટો નિર્ણય
શાળાએ જતા નાના બાળકોના ખભા પર ભારે સ્કુલ બેગના ભારથી માતા-પિતા અને વાલીઓ ઘણીવાર પરેશાન થાય છે અને આ મામલે ભારતીય માનક બ્યુરો સક્રિય થઈ છે. 'બાય ધ વે, માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ અંગે માર્ગદર્શિકા આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ બાળકોના ખભા પર સ્કૂલ બેગનો બોજ કેટલો? બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગાઈડલાઈન કરશે નક્કી. શાળાએ જતા નાના બાળકોના ખભા પર ભારે સ્કુલ બેગના ભારથી માતા-પિતા અને વાલીઓ ઘણીવાર પરેશાન થાય છે. એમના ખભા પર વજન એટલું હોય છે કે તેઓ વાંકા વળીને ચાલતા હોય છે. મા બાપ સ્કૂલ સુધી બાળકોને બેગ આપતા નથી પણ સ્કૂલની અંદર જતાં જે બાળકની સ્થિતિ હોય છે એ દરેક બાળક માટે અતિ દયનિય હોય છે.
આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!
આ પણ ખાસ વાંચોઃ થોડો ટાઈમ હજુ ચલાવી લો જૂનો ફોન, મે માં માર્કેટમાં આવી રહ્યાં છે આ મારફાડ 5G મોબાઈલ!
આ પણ ખાસ વાંચોઃ પૈસા આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, કાસ્ટિંગ ડિરેક્ટર ત્યાં ગ્રાહકોને મોકલતી
દરરોજ સવારે ખભા પર સ્કુલ બેગ લટકાવીને શાળાએ જતા તમારા બાળકોના ખભા પરની સ્કુલ બેગના વજન અંગે ઘણી વખત માર્ગદર્શિકા આવી છે, પરંતુ કોઈ નિશ્ચિત ધોરણના અભાવે બાળકોને ભારે સ્કુલ બેગ લઈ જવાની ફરજ પડે છે. હવે ગ્રાહક મંત્રાલય આ મામલે પગલાં લેવા જઈ રહ્યું છે. મંત્રાલય હેઠળ આવતા ભારતીય માનક બ્યુરો હવે ધોરણ તૈયાર કરશે કે શાળાએ જતા બાળકોના ખભા પરની સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઈએ.
શાળાએ જતા નાના બાળકોના ખભા પર ભારે સ્કુલ બેગના ભારથી માતા-પિતા અને વાલીઓ ઘણીવાર પરેશાન થાય છે અને આ મામલે ભારતીય માનક બ્યુરો સક્રિય થઈ છે. 'બાય ધ વે, માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ અંગે માર્ગદર્શિકા આપવામાં આવે છે. આ એક સારું સૂચન છે અને અમે ટૂંક સમયમાં શાળાએ જતા બાળકોના ખભા પર બેકપેકના વજન પર સંશોધન કરીને ધોરણ તૈયાર કરીશું.
આ પણ ખાસ વાંચોઃ ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે
આ પણ ખાસ વાંચોઃ લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર?
આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
ધોરણ 1 થી ધોરણ 10 સુધી શાળાએ જતા બાળકોના ખભા પર વધુ બોજ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવશે. બાળકની ઉંમર અને વજન વહન કરવાની ક્ષમતાનું વિશ્લેષણ કરીને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કેટલાક નિયમો અને ધોરણો નક્કી કરશે અને જો આમ થશે તો ટૂંક સમયમાં જ બાળકોના ખભા પરનો સ્કૂલ બેગનો બોજ ઓછો થઈ શકશે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારત સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળની એક સંસ્થા છે, જે તમામ પ્રકારના માલસામાન અને પ્રક્રિયાઓની ગુણવત્તા અને ઉપયોગના ધોરણો નક્કી કરે છે. તાજેતરમાં, CCPA એટલે કે ભારતીય માનક બ્યુરો જે ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ આવે છે તેણે સોશિયલ મીડિયા પર પ્રમોશન માટે માર્ગદર્શિકા અને ધોરણો પણ નિર્ધારિત કર્યા હતા.
આ પણ ખાસ વાંચોઃ કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
આ પણ ખાસ વાંચોઃ સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે