રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અને સુપ્રીમમાં થશે દેવેન્દ્ર ફડણવીસ સામેની અરજીની સુનાવણી

અરજીકર્તાનો આરોપ છે કે, ફડણવીસે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમના ઉપર પડતર 2 અપરાધિક કેસની માહિતી છુપાવી હતી. જોકે, આ અગાઉ બોમ્બે હાઈકોર્ટ આ અરજી ફગાવી ચૂકી છે. 
 

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અને સુપ્રીમમાં થશે દેવેન્દ્ર ફડણવીસ સામેની અરજીની સુનાવણી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019થી પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ચૂંટણીની એફિડેવિટમાં માહિતી છુપાવાનો આરોપ લગાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો ચૂકાદો સંભળાવશે. અરજીકર્તાનો આરોપ છે કે, ફડણવીસે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમના ઉપર પડતર 2 અપરાધિક કેસની માહિતી છુપાવી હતી. જોકે, આ અગાઉ બોમ્બે હાઈકોર્ટ આ અરજી ફગાવી ચૂકી છે.

સુપ્રીમ કોર્ટમાં સતીશ ઉકે તરફથી દાખલ કરાયેલી અરજીનીસુનાવણી ચાલી રહી છે, જેમાં કહેવાયું છે કે, ફડણવીસે પોતાની સામે પડતર અપરાધિક બાબતોને કથિત રીતે ખુલાસો કર્યો ન હતો. આ જાહેરાત વગર જ ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. 

બોમ્બે હાઈકોર્ટે સતીશ ઉકીની અરજીને ફગાવી દીધી હતી, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા માટે ફડણવીસની ચૂંટણીને રદ્દ કરવાની માગણી કરાઈ હતી. ઉકીએ આરોપ લગાવ્યો હતો કે, 2009 અને 2014માં નાગરુપરની દક્ષિણ પશ્ચિમ વિધાનસભા સીટ પરથી અરજી કરતા સમયે ફડણવીસે તેમની સામે પડતર બે અપરાધિક કેસની માહિતી છુપાવી હતી. આ બાબત પીપલ્સ એક્ટ 1951ના 125-એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ફડણવીસ સામે 1996 અને 1998માં છેતરપીંડી અને કાવતરું ઘડવાના આરોપમાં બે કેસ દાખલ કરાયા હતા. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news