ભારતને પેટ્રોલિયમ હબ બનાવશે સાઉદી અરબ, મોટુ રોકાણ કરવા માટેનું વચન

સઉદી અરબ કાચા તેલના પુરવઠ્ઠા માટે ભારતને ક્ષેત્રીય કેન્દ્ર બનાવવા અંગે વિચારણા કરી રહી છે. સંગ્રહ અને સુવિધાઓનાં નિર્માણ અને રિફાઇનરીને સુદ્રઢ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરશે. સઉદી અરબનાં વિદેશમંત્રી અદેલ બિન અહેમદ અલ જુબેરે આમ કહ્યું છે. વિશ્વના સૌથી મોટા નિકાસકાર સઉદી અરબ અહીં પેટ્રોલિયમ ઉત્પાદનોના ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ ક્ષેત્રમાં પણ રોકાણ કરશે.
ભારતને પેટ્રોલિયમ હબ બનાવશે સાઉદી અરબ, મોટુ રોકાણ કરવા માટેનું વચન

નવી દિલ્હી : સઉદી અરબ કાચા તેલના પુરવઠ્ઠા માટે ભારતને ક્ષેત્રીય કેન્દ્ર બનાવવા અંગે વિચારણા કરી રહી છે. સંગ્રહ અને સુવિધાઓનાં નિર્માણ અને રિફાઇનરીને સુદ્રઢ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરશે. સઉદી અરબનાં વિદેશમંત્રી અદેલ બિન અહેમદ અલ જુબેરે આમ કહ્યું છે. વિશ્વના સૌથી મોટા નિકાસકાર સઉદી અરબ અહીં પેટ્રોલિયમ ઉત્પાદનોના ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ ક્ષેત્રમાં પણ રોકાણ કરશે.

આ સાથે જ ભારતને પેટ્રોરસાયણ ક્ષેત્રમાં માળખાગત ઢાંચાને મજબુત કરવામાં મદદ કરશે. સઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનનાં પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ વિદેશી મંત્રીએ કહ્યું કે, તેમનો દેશ ભારત વધતી આર્થિક શક્તિ સ્વરૂપે પણ જોયો છે અને તેની આગળની વૃદ્ધી મુદ્દે આશાવાન છે. 

અલ જુબેરે કહ્યું કે, અમે ભારતને ક્ષેત્રમાં ક્રુડ તેલ પુરૂ પાડનાર દેશ બનાવવાને મહત્વ આપી રહ્યા છે. ભારત અહીં ભંડારણ ક્ષમતા બનાવવા અંગે વિચાર કરી રહ્યું છે. આપણે રિફાઇનરી અને ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ ક્ષેત્ર પર પણ નજર નાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે એવી માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરી રહ્યા છીએ જે ભારતને પેટ્રોલિયમ ઉત્પાદનનાં આયા અને નિકાસ કાબિલ બનાવશે. 

સઉદી અરબે હાલમાં જ જાહેરાત કરી કે વિશ્વનાં સૌથી મોટા તેલ નિકાસકાર કંપની સઉદી અરામકો મહારાષ્ટ્રમાં 44 અબજ ડોલરનાં ખર્ચે સંયુક્ત ઉદ્યમ હેઠળ સ્થાપિત થનારી રિફાઇનરી યોજનાઓમાં ભાગીદાર હશે. આ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી હસે જેનું નિર્માણ એક વાર ફરીથી કરવામાં આવશે. 

અલ જુબેરે કહ્યું કે, અમે ભારતના ભાગીદાર સાથે 44 અબજ ડોલરના ખર્ચે સૌથી મોટા રિફાઇનરી પરિસર બનાવવા જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે ભારતને એક વધતી આર્થિક શક્તિ અને એક સ્થિર તથા અવસરોવાળા દેશનાં સ્વરૂપમાં જોઇ રહ્યા છીએત એટલા માટે અમે ભારતની સાથે મજબુત અને સારા સંબંધો ઇચ્છીએ છીએ. સઉદી અરબનાં વિદેશ મંત્રીએ તેમ પણ કહ્યું કે, તેમનો દેશ ભારતની તેલ માંગને પુર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને વધારે ક્રુડ ઓઇલ વેચવા માટે તૈયાર છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news